ભાજપના નેતૃત્વમાં ફરી એકવાર ચોંકાવનારો નિર્ણય લેતાં ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે.પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે,એવામાં ભાજપે ચૂંટણી પહેલાં રાજ્યના આ મુખ્ય સમાજને સાધી લીધો છે.જોકે તે રાજ્યના તમામ મોટા પાટીદાર નેતાઓના મુકાબલે ખૂબ ઓછા ચર્ચામાં રહ્યા છે.ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવા પાછળ એક કારણ ભાજપના રાજ્યના મોટા નેતાઓને જૂથવાદને પણ ગણવામાં આવે છે.આ ઉપરાંત તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પસંદ સાથે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલના ખાસ છે.
ગુજરાતમાં ભાજપે સતત બંને દિવસ ચોંકાવનારા નિર્ણય લીધા.પહેલાં શનિવારે વિજય રૂપાણીનું રાજીનામું અને રવિવારે ભૂપેન્દ્ર પટેલને નવા નેતા તરીકે પસંદ કર્યા.ઘાટલોડિયા સીટ પરથી ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં કેટલીક મહત્વપૂર્ણ જવાબદારીઓ ભજવતા રહ્યા છે,પરંતુ રાજકીય વર્તુળમાં તે ના તો ચર્ચામાં રહ્યા અને ના તો પાર્ટીના મોટા નેતાઓમાં સામેલ રહ્યા છે.ધારાસભ્ય પણ તે આનંદીબેન પટેલના રાજ્યપાલ બન્યા બાદ તે સીટ પરથી બન્યા છે.
સૂત્રોના અનુસાર ભાજપ નેતૃત્વ રાજ્યમાં સામાજિક સમીકરણોને વ્યવસ્થિત કરી ચૂંટણીમાં ઉતરવાની સાથે પાટીદાર સમાજના મોટા નેતાઓના વચ્ચે વર્ચસ્વની લડાઇમાંથી છુટકારો મેળવવા માંગતા હતા.એવામાં ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ,કેંદ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા,કેંદ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા,સૌરભ પટેલ અને જીતુ વાઘાણી જેવા નેતાઓના બદલે ભૂપેન્દ્ર પટેલને સિલેક્ટ કરવામાં આવ્યા.ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવવાના સમાચાર અંતિમ પળોમાં મળી.વિજય રૂપાણીની પસંદ પણ ભૂપેન્દ્ર પટેલ રહ્યા.ભાજપ નેતૃત્વએ જ્યારે વિજય રૂપાણી સામે ભૂપેન્દ્ર પટેલનું નામ રાખ્યું તેમણે સહમતિ દર્શાવી.
દાદાના નામથી પ્રખ્યાત ભૂપેન્દ્ર પટેલ
પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વિશ્વાસુ ગણાય છે.તેઓ ઔડાના ચેરમેન રહી ચૂક્યા છે.તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન રહી ચૂક્યા છે.તેઓ કન્સ્ટ્ર્કશનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.ભુપેન્દ્ર પટેલ કડવા પાટીદાર છે. પાટીદાર સમાજના મજબુત પકડ ધરાવતા નેતા છે.તેઓ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. 2017 વિધાનસભામાં ગુજરાતમાં સૌથી મોટા માર્જીનથી જીત્યા હતા. 2017માં 1,17,000 મતથી જીત પ્રાપ્ત કરી હતી. 1987 થી ભાજપ સાથે સંકળાયેલા છે ભુપેન્દ્ર પટેલ.
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય હોવાની સાથે ભૂપેન્દ્ર પટેલની સંગઠન પર પકડ પણ મજબૂત છે.આ સાથે જ તેઓ ગૃહમંત્રી અમિત શાહના પણ ખાસ ગણાય છે.કહેવાય છે કે, કોર કમિટીની મીટિંગમાં વિજય રૂપાણીએ જ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનુ અન્ય ધારાસભ્યોએ સમર્થન આપ્યુ હતું.જેના બાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી.


