ગુજરાતના રાજકારણને લઈને મોટો ભૂકંપ સમાન રાજકીય ઘટના બની છે. ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે સીએમ વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.આ ઘટનાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે.જો કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ એક એવી પણ અટકળ વહેતી થઈ હતી કે, વિજય રૂપાણીએ સામે ચાલીને રાજીનામું આપ્યુ છે કે, પછી ઉપરથી દબાણ આવ્યું અને રાજીનામું આપવું પડ્યું.જેના જવાબમાં વિજય રૂપાણીએ જવાબ આપતા કહ્યુ હતું કે, હું મારી ઈચ્છાથી આ રાજીનામું આપી રહ્યો છું, તેના માટે કોઈનું પણ દબાણ છે નહીં.
ગુજરાતના રાજકારણમાં નેતૃત્વમાં મોટા ફેરફાર થયા છે.ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર આવ્યા છે.રાજ્યના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજીનામું આપી દીધું છે.જેના માટે હાલ મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ ગાંધીનગર ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા પહોંચ્યા છે.રાજભવન ખાતે થોડીવાર પ્રેસ કોન્ફરન્સ પણ કરશે.મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યપાલનો સમય માંગ્યો તે બાદથી જ એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. હાલ સીએમ રૂપાણી રાજભવન પહોંચ્યા છે.સીએમ રૂપાણી રાજીનામુ આપે તેવી અટકળો વહેતી થઇ હતી.
વિજય રૂપાણીએ માન્યો પીએમ મોદી અને ભાજપનો આભાર
સીએમ રૂપાણીએ પત્રકાર પરિષદનું સંબોધન કરતાં જણાવ્યું કે, મારુ માનવુ છેકે ગુજરાતના વિકાસની આ યાત્રા પીએમ મોદીના નેતૃત્વમાં વિકાસની નવી ઉંચાઇઓ સર કરી.સીએમ રૂપાણીએ ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માન્યો. ગુજરાતના વિકાસમાં છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતનો વિકાસ કરવાનો જે અવસર મળ્યો તેના માટે માનનીય વડાપ્રધાન મોદીનો હું આભાર માનુ છું.જેના માટે હું ભારતીય જનતા પાર્ટીનો પણ આભાર માનુ છું.આ અમારી પાર્ટીની વિશેષતા રહી છે કે, પાર્ટી તરફથી જે જવાબદારી સોંપવામાં આવે છે,તે નિષ્ઠાપૂર્વક વહન કરવામાં આવે છે.પાર્ટી મને નવી જવાબદારી આપવા જઈ રહી છે,જેના માટે પાર્ટી તરફથી જે પણ જવાબદારી આપવામાં આવશે,તે નિભાવિશ.ગુજરાતની જનતાનો વિશ્વાસ,તાકાત મળી છે, અમારી સરકારે જનતાની સેવા કરવાનો પ્રયત્ન કર્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલના રાજીનામા બાદ 7 ઓગસ્ટ 2016થી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી મુખ્યમંત્રી પદે આવ્યા હતા.ત્યારથી લઈને ગુજરાતમાં ભાજપ વિજય રૂપાણીને આગળ ધરીને ચૂંટણી જીતતું આવે છે. ગુજરાતમાં પાંચ વર્ષ શાસન પુરૂ કરનારા વિજય રૂપાણી ચોથા મુખ્યમંત્રી હતા.