– શિવસેના બાલાસાહેબ ઠાકરેએ બનાવી હતી પરંતુ ઉદ્ધવ ઠાકરેએ 56 વર્ષની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું છે: નવનીત રાણા
મુંબઈ, તા. 30 જૂન 2022, ગુરૂવાર : ઉદ્ધવ ઠાકરેએ CM પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરે કરેલા ટ્વીટને લઈને ચર્ચા જોવા મળી રહી છે.રાજ ઠાકરેએ ભલે ઉદ્ધવ ઠાકરે સહિત કોઈનો ઉલ્લેખ ન કર્યો હોય પરંતુ તેમના ટ્વીટને રાજકીય ઘટનાક્રમ સાથે જોડીને જોવામાં આવે છે.રાજ ઠાકરેએ લખ્યું છે કે, ‘જે દિવસે માણસ પોતાના સૌભાગ્યને જ પોતાની આગવી સિદ્ધિ માનવા લાગે તે દિવસથી તેના પતનનો પ્રવાસ શરૂ થાય છે’. એટલું જ નહી, આ પંક્તિ નીચે રાજ ઠાકરેના હસ્તાક્ષર નોંધાયેલા છે.મરાઠી,હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવેલ રાજ ઠાકરેના આ ટ્વીટને મુખ્યમંત્રી પદમાં ઉદ્ધવની અધુરી ઈનિંગ્સ પર કટાક્ષ તરીકે જોવામાં આવી રહી છે.
રાજ ઠાકરેએ બુધવારે એલાન કર્યું હતું કે, સદન ફ્લોર ટેસ્ટની સ્થિતિમાં તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એકમાત્ર ધારાસભ્ય ભાજપને સમર્થન કરશે.સ્પષ્ટ છે કે, સરકાર ગઠન માટે ભાજપના દાવામાં તેમના ધારાસભ્યોનું નામ સામેલ થશે.આ દરમિયાન તેમના આ ટ્વીટને ઠાકરે પરિવારમાં ચાલી રહેલા યુદ્ધના સ્વરૂપમાં જોવામાં આવી રહ્યું છે.
ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ આકરી ટીકા કરતા સાંસદ નવનીત રાણાનું નિવેદન સામે આવ્યું હતું.તેમણે ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહાર કરીને કહ્યું હતું કે, તેઓ છેલ્લા સમય સુધી લાલચમાં રહ્યા બાકી તેમને રાજીનામું ત્યારે આપી દેવાનું હતું જ્યારે 40 ધારાસભ્યો છોડીને ગયા હતા.નવનીત રાણાએ કહ્યું હતું કે, શિવસેના બાલાસાહેબ ઠાકરેએ બનાવી હતી પરંતુ ઉદ્ધવ ઠાકરેએ 56 વર્ષની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું છે.મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારને પાડીને શિવસેનાને ધૂંટણીયે પાડનાર એકનાથ શિંદેને બીજેપીએ મુખ્યમંત્રી જાહેર કર્યા છે.મોટા ઉલેટફેરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના દાવેદાર ગણાતા દેવેન્દ્ર ફડણવીસે જ પત્રકાર પરિષદ યોજીને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેના નામની રજૂઆત કરી છે.
રાજ્યપાલ ભગત સિંહ કોશિયારી સાથે મળીને સરકાર રચવાનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં એકનાશ શિંદેને આગામી 5 વર્ષ માટે નવી સરકારના મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત ફડણવીસે જ કરી છે.ફડણવીસે કહ્યું કે આજે એકમાત્ર મુખ્યમંત્રીના જ શપથ યોજાશે. આજે સાંજે 7.30 વાગે નવા મુખ્યમંત્રી તરીકે રાજતિલક કરશે. નવા કેબિનેટની જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે.
બુધવારે મુખ્યમંત્રી પદ પરથી ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપ્યા બાદથી જ નવી સરકારના ગઠન બાદ કોને કેબિનેટમાં સ્થાન મળી શકે તેને લઈને અનેક અટકળો ચાલું થઈ ગઈ છે.અહીં સંભવિત નામ આપવામાં આવ્યા છે જેના પર ભાજપના નેતૃત્વ વાળી સરકારમાં નવું મંત્રી મંડળ અને મંત્રી પરિષદમાં વિચાર કરવામાં આવી શકે છે.