By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા : વિસાવદર- કાલાવડમાં આભ ફાટ્યું, 6 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ : વલસાડની ઔરંગા નદીનું જળસ્તર વધ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા : વિસાવદર- કાલાવડમાં આભ ફાટ્યું, 6 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ : વલસાડની ઔરંગા નદીનું જળસ્તર વધ્યું
GeneralSaurashtra

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા : વિસાવદર- કાલાવડમાં આભ ફાટ્યું, 6 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ : વલસાડની ઔરંગા નદીનું જળસ્તર વધ્યું

HM News
Last updated: 13/09/2021 8:01 AM
HM News
4 years ago
Share
SHARE

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં અતિભારે વરસાદ નોંધાયો છે.રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે.મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના કેટલાક ડેમ ઓવરફ્લો થયા છે.ઉપલેટાનો વેણુ-2 ડેમ સીઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે.વેણુ-2 ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમનાં 15 દરવાજા 5 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે.હાલમાં ડેમમાં પાણીની આવક અને જાવક 41 હજાર 840 ક્યૂસેક જોવા મલી રહી છે.તો ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.નદી કિનારે ન જવા પણ સુચન આપવામાં આવ્યું છે. તંત્ર દ્વારા અહીં ન જવા ખાસ ચેતવણી આપવામાં આવી છે.લોકોને નદીના પટમાં ન જવા પણ આ તકે ખાસ સુચન આપવામાં આવ્યું છે.હજુ પણ મોજ ડેમમાં પાણીની આવક શરૂ જોવા મળી રહી છે.રાજકોટમાં નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે.

જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું. બે કલાકમાં સાડા 7 ઈંચ વરસાદ

જૂનાગઢના વિસાવદરમાં આભ ફાટ્યું હોવાના સમાચાર છે.છેલ્લાં બે કલાકમાં સાડા 7 ઈંચ વરસાદ ખાબક્યો છે.છેલ્લા 6 કલાકમાં વિસાવદરમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે.અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતૂર થઈ છે.જેમાં પોપટડી,મયારી,કબારો નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.આંબાજળ,ધ્રાફડ સહિતના ડેમ છલકાયા હોવાના સમાચાર છે.

છેલ્લા 6 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદ

છેલ્લા 6 કલાકમાં રાજ્યના 111 તાલુકામાં વરસાદી આંકડા સામે આવ્યા છે.જેમાં વિસાવદરમાં 6 કલાકમાં સવા 12 ઈંચ વરસાદ પડ્યો છે. કાલાવડમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.લોધિકા અને રાજકોટમાં સવા 7 ઈંચ વરસાદ પડ્યો છે. ધોરાજીમાં 7 ઈંચ, કોટડાસાંગાણીમાં સવા 4 ઈંચ, ગોંડલ, જૂનાગઢમાં 4 – 4 ઈંચ વરસાદ પડ્યો છે.રાજકોટ, જૂનાગઢ,જામનગરમાં ભારે વરસાદ છે.જેના કારણે ભારે વરસાદથી રાજ્યમાં 63 રસ્તાઓ હાલમાં બંધ છે.જેમાં 5 સ્ટેટ હાઈવે, 57 પંચાયત હસ્તકના રસ્તા બંધ હોવાનું સામે આવ્યું છે.

જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું

જામનગરના કાલાવડમાં આભ ફાટ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.બાંગા ગામમાં ફસાયેલાને એરલિફ્ટ કરાયા હોવાના સમાચાર છે.હાલ બાંગા ગામના લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસતા લોકો અગાશીએ ચઢ્યા હોવાના સમાચાર છે, જેમના બચાવ માટે હેલિકોપ્ટર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદને કારણે ઘણા ગામો બેટમાં ફેરવાયા છે.

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી હાલાકી, 10 જેટલા કોઝ-વે પાણીમાં ડૂબ્યા, 21 ગામને અસર

રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે.ત્યારે ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જામ્યો છે.આહવા,વઘઇ અને સુબિર તાલુકાની ગીરા,અંબિકા અને ખાપરી નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે.ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકાના 10 જેટલા મુખ્ય કોઝવે ઉપર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પર માઠી અસર થઈ હતી.ડાંગના 10 કોઝ-વે ઉપરથી પાણી ફરી વળતાં 21 જેટલા ગામોને અ સર થઈ છે.ડાંગમાં ભારે વરસાદને પગલે ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ હતુ.અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ રહેતા નવસારીમાં ગણદેવી તાલુકાના ગામોને અસર થઈ શકે છે.ડાંગમાં ભારે વરસાદને પગલે ગીરાધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે.અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ રહેતા નવસારીમાં ગણદેવી તાલુકાના ગામોને મોટી અસર થઈ શકવાના અહેવાલ મળી રહ્યા છે.

વલસાડની ઔરંગા નદીનું જળસ્તર વધ્યું

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે.ઉપરવાસમાં સતત વરસાદને કારણે વલસાડની ઔરંગા નદીનું સ્થળ વધ્યું છે.ભૈરવી નદીનું લેવલ 4.19 મીટર પર પહોંચતા નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે.વલસાડ તાલુકાના ભાગડાખૂર્દ,લીલાપોર,વલસાડ,પારડી,ધમડાચી ગામમાં એલર્ટ આપવામાં આવ્યું છે.જિલ્લા કલેકટરે ટ્વીટ કરીને માહિતી આપી છે. જિલ્લા કલેકટરે લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે.વલસાડના નીચાણવાળા વિસ્તાર ઈવા ભાગડાખુર્ડ,ધમડાચી,વલસાડ,પારડી અને લીલાપોર ગામને એલર્ટ કરાયા છે.

રાજ્યમાં સારા વરસાદને પગલે ધોરાજીના ભાદર 2 ડેમમાં પાણીની વિપુલ આવક થઈ છે.ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે.ડેમમાં નવું 3 ફૂટ જેટલું પાણી ભરાતા ડેમ 70 % ભરાયો છે.ડેમમાં નવા નીર આવતા ખેડૂતો અને લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.વરસાદ વરસતા ધોરાજી, કુતિયાણા સહિતના ગામોની પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઈ.

વલસાડના મધુબન ડેમમાં પાણીની આવક,દમણગંગા નદીમાં64808 ક્યુસેક પાણી છોડાયું

ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાતા દમણગંગા નદી પરના મધુબન ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે…ડેમના કેચમેન્ટ એરીયા અને કપરાડામાં વધુ વરસતા વરસાદને લઈ પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે… હાલ ડેમની સપાટી 78.30 મીટરે પહોંચતા 8 દરવાજા ખોલવામાં આવ્યા છે.. ડેમમાંથી 64,808 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે વહી રહી છે.. બીજી તરફ દમણગંગા નદીમાં પાણીની આવક વધતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને કિનારે ન જવા સુચના અપાઈ છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article નીતિન પટેલનુ મુખ્યમંત્રી બનવાનુ સ્વપ્ન ત્રીજી વખત પણ ચકનાચૂર થયુ
Next Article ગમે તેને ગાદીએ બેસાડી દેવામાં આવે તે આશ્ચર્ય નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up