પોરબંદર તાલુકાના અડવાણા ગામના લક્ષ્મણભાઈ દેવશીભાઈ ઓડેદરાએ પાંચ વિઘા જમીનમાં ખારેક વાવી છે.2004થી 11 જાત 2000 ખારેક વાવી છે. એક ઝાડ દીઠ 126 કિલો ખારેક પાકવા લાગી છે.એક ઝાડમાંથી ફેબ્રુઆરી, મે અને નવેમ્બર એમ વર્ષમાં ત્રણવાર ખારેકના ઉતારા મળ્યા છે.છુટક ખારેક 100 રૂપિયે કિલો વેચાય છે.વેપારીઓ 20 કિલોના બે હજારના ભાવે વેપારીઓ તેમની વાડીએ આવી ખારેક લઈ જાય છે.હવે તેઓ બારમાસી ખારેકના પ્રયોગ કરી રહયા છે.તેમણે એક નવી જાત વિકસાવી છે.
ખારાશ સામે ટકી શકે તેવી અને આર્થિક રીતે વધુ ફાયદાકારક એવી ખારેકની ખેતી હવે સૌરાષ્ટ્રમાં પણ થઈ શકે તેમ છે.કચ્છની અસલી દેશી ખારેક બજારમાં રૂ.200થી રૂ.2000 સુધીના ભાવે વેંચાય છે.રૂ.350 કરોડનો કારોબાર થાય છે.ત્યારે ખારેકનું વેચાણ કરતા વેપારીઓના અંદાજ મુજબ પોણા બે લાખ મેટ્રીક ટન જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે.પાટણના સામી તાલુકાના રવદ ગામમાં 20 હજાર ખજૂરી છે.