અયોધ્યા, 5 ઓગસ્ટ 2020 બુધવાર : શ્રી રામ જન્મભૂમિ મંદિર કેટલાય એલિમેન્ટ પર અદ્ભૂત અને અકલ્પનીય હશે. ભક્તો દ્વારા સિંહદ્વારથી લગભગ સવા 300 ફુટ દૂર ગર્ભગૃહમાં વિરાજમાન રામલલ્લાના દર્શન કરવામાં આવશે.
પૂર્વમાં સ્થિત મુખ્ય સિંહદ્વાર ઉપરાંત પ્રાર્થના મંડપ દ્વારા કિર્તન મંડપ સાથે બીજા 2 દ્વાર છે.ગર્ભગૃહની પરિક્રમાનો માર્ગ પણ ખુલ્લો રહેશે.સ્કંદ પુરાણના વૈષ્ણવ ખંડ 7માં અયોધ્યાના મહાત્મ્યનો ઉલ્લેખ કરતા શ્લોક 18થી 25માં ભગવાન રામના જન્મસ્થાનનું ન ફક્ત મહત્વ દર્શાવાયું છે પરંતુ તેની આસપાસના પૌરાણિક સ્થળોનો ઉલ્લેખ કરતા એક એક ઈંચ માપ પણ નક્કી કરવામાં આવ્યું છે.ત્યારે તે જ ગર્ભગૃહમાં પીએમ મોદી આજે ભૂમિ પૂજન કરશે.
સીએમ યોગી આદિત્યનાથે પણ ટ્વિટ કરીને રામભક્તોને પાઠવ્યા અભિનંદન
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે CM નિવાસસ્થાને ફટાકડા ફોડીને આ ઉત્સવની ઉજવણી કરી.જાણે કે દિવાળી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ધામધૂમથી રામ મંદિર બનવાની ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત મુખ્યમંત્રી આવાસે દિપોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.તો અયોધ્યામાં પણ બે દિવસ દિવાળી જેવો માહોલ છે.સમગ્ર અયોધ્યામાં દીપ પ્રગટાવવામાં આવી રહ્યા છે.