– જૂથવાદ તોડવા અને સરકાર વિરોધી પરિબળને ખાળવા ફ્રેશ અને યુવાન ઉમેદવારો પસંદ કરશે
ભાજપમાં જૂથવાદ બંધ કરવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સ્પષ્ટ ચિમકી વચ્ચે આવી રહેલી પાલિકા- પંચાયતોની સામાન્ય ચૂંટણીઓમાં સ્થાનિક સ્તરે એન્ટિઈન્કમ્બન્સીને ખાળવા આ વખતે 50 ટકા વધુ ઉમેદવારો સામે નો-રિપિટ થિયરી અપનાવવાનો તખ્તો તૈયાર થઈ ચૂક્યો છે.સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસ બાદ આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં યુવાનોને ચૂંટણીમાં ઉતારી નવુ નેતૃત્વ તૈયાર કરવા ભાજપમાં મોટાપાયે કવાયત ચાલી રહી છે.પ્રદેશ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ પહેલીવાર યુવા મોરચાની બેઠક બોલાવી છે.કમલમએે પ્રદેશ કાર્યલાય મંત્રીને જ કોરોના પોઝિટીવ આવતા સોમવારે સામાજિક અંતરની વ્યવસ્થા દુરસ્ત કરવામાં આવી હતી.બે સપ્તાહથી કાર્યલાયમાં આવી રહેલા મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ત્રીજા સોમવારે વિડીયો કોન્ફરન્સથી 30 જેટલા કાર્યકરોની રજૂઆતો સાંભળી હતી.જો કે,ભાજપમાંથી જેમને જવાબદારી સોંપાઈ છે તે સહાયકો હાજર રહ્યા હતો.મંગળવારે પંચાયત મંત્રી જયદ્વથસિંહ પરમાર કાર્યાલયમાં હાજર રહશે તેમ ભાજપમાંથી કહેવાયુ છે.


