નવી દિલ્હી : દેશમાં આજે સતત 11માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે અને અગાઉ બ્રાન્ડેડ પેટ્રોલ રૂા.100 પ્રતિલીટરથી ઉંચા ભાવ નોંધાયા હતા અને હવે સામાન્ય પેટ્રોલ પણ આ સપાટીની નજીક અને મહારાષ્ટ્રમાં તો અનેક ક્ષેત્રોમાં તે આ ત્રણ આંકડાની સપાટીએ આવી પણ ગયું છે.તેનાથી ભાજપમાં ચિંતા જે રાજયોમાં ધારાસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યાં પક્ષને માટે મુશ્કેલ બની શકે છે તેવું મંતવ્ય હવે પક્ષમાંજ વ્યક્ત થઈ રહ્યું છે.
જો કે શહેરમાં તો કેન્દ્રના પેટ્રોલીયમ મંત્રીથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સૌ કોઈ ક્રુડતેલના ઉંચા ભાવને દોષ આપીને આ ઈંધણના ભાવ ઘટાડવાનું તેમના માટે શકય નથી.તેમ કહી હાથ ઉંચા કરવા લાગ્યા છે પણ પંજાબમાં સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં જે રીતે ભાજપને ફટકો પડયો છે તેમાં ફકત ખેડૂત આંદોલન જ નહી પેટ્રોલ-ડીઝલના તથા હાલના રાંધણગેસના ભાવવધારાએ પણ ભૂમિકા ભજવી છે અને શહેરી મતદારો એ ભાજપને મોટી પછડાટ આપી છે.દિલ્હીના રીપોર્ટ મુજબ પંજાબના પરિણામોથી ભાજપમાં સાવચેતીનો એક સંદેશ તેમના નેતાઓને મળવા લાગ્યા છે.સ્થાનિક ચૂંટણીમાં આ પ્રકારના મુદાઓ માઈક્રો ઈફેકટ પાડી શકે છે.
હવે પ.બંગાળની ચૂંટણી નજીકનો છે અને તે સાથે જુન માસ સુધીમાં કુલ પાંચ ધારાસભાની ચૂંટણીઓ યોજાશે. રવિવારે ભાજપના ટોચના નેતાઓની એક બેઠક યોજાઈ હતી.જેમાં આ મુદો ચર્ચા પર હતો.પેટ્રોલ-ડીઝલમાં આટલો સતત અને ઉંચો ભાવ વધારો ભૂતકાળમાં કદી થયો નથી અને હવે 2014 પુર્વેના ભાજપના ટોચના નેતાઓના ટવીટ અને ભાષણથી ઓડીયો-વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે આકરા શબ્દો બોલાતા હતા અને પક્ષ હવે રાજયોને તેમના બજેટમાં કે બજેટ બાદ પણ કોઈ રીતે ભાવ ઘટાડવા કહેવાશે પણ મુશ્કેલી પ.બંગાળમાં છે જયાં ભાવ ઘટાડાનો લાભ મમતાને જ થશે.આથી જ હવે કેન્દ્રએ ભાવઘટાડાનો યશ લેવો જોઈએ તેવું દબાણ મોદી સરકાર પર છે.