સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 21 ફેબ્રુઆરીના રોજ રવિવારે યોજાવાની છે.ત્યારે મહત્વનું છે કે, સુરત મનપાની પ્રથમ ચૂંટણી 1969માં યોજાઈ હતી.પ્રથમ ચૂંટણીમાં 1.63 લાખ મતદાતાઓ હતા.મહારાષ્ટ્ર માંથી ગુજરાત છૂટું પડ્યા બાદ 10 ચૂંટણી થઈ હતી.ત્યારે 1969 માં 14 વોર્ડ અને 51 બેઠક હતી. જે 52 વર્ષમાં 31 લાખ મતદાર વધ્યા છે.જો કે મતદારો ની સંખ્યાની તુલનાએ વોર્ડ વધ્યા નહિ.
મનપાની ચૂંટણીમાં પ્રથમ વખત વિશ્લેષણ કરવામાં આવ્યું છે.વિધાનસભા અને લોકસભામાં ADR દ્વારા વિશ્લેષણ કરાય છે.સુરતમાં પ્રથમ વખત ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરાયું હોવાનું સામે આવ્યું છે.જે ADR સાથે વિશ્લેષણ કરાયું હોવાનું સામે આવ્યું છે.ગુજરાત ઇલેક્શન વોચ અને સિટીઝન ઓડિટ ગ્રુપ દ્વારા વિશ્લેષણ કરાયું છે.જો કે આ વિશ્લેષણ ઉમેદવારોને લઈને કરવામાં આવ્યું છે.ઉમેદવારોની સંપત્તિ અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ અને શૈક્ષણિક લાયકાત અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ત્યારે આ વિશ્લેષણ દરમિયાન અનેક વિગતો સામે આવી છે. 452 ઉમેદવારોનું વિશ્લેષણ કરાયું છે.
ક્રિમિનલ બેકગ્રાઉન્ડ:
પાર્ટીઓમાં કુલ 43 ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે.જેમાં ભાજપના 13 ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે.આ ઉપરાંત ભાજપના 6 ઉમેદવારો ગંભીર ગુનામાં સામેલ છે અને સામાન્ય ગુનામાં 7 ઉમેદવારો સામેલ છે.જયારે કોંગ્રેસમાં 20 ઉમેદવારો ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે.કોંગ્રેસમાં ગંભીર ગુનામાં 7 ઉમેદવારો સામેલ છે.અને સામાન્ય ગુનામાં 18 ઉમેદવારો સામેલ છે.આમ આદમી પાર્ટીના 8 ઉમેદવારો પણ ક્રિમિનલ બેકગ્રાઓઉન્ડ ધરાવે છે.
ઉમેદવારોની સંપત્તિ:
આર્થિક બાબતોની સ્પષ્ટતા અંગે સામે આવ્યું છે કે, 452 માંથી 81 ઉમેદવારો કરોડપતિ છે.જેમાં ભાજપના 13 ઉમેદવારો અને કોંગ્રેસના 12 ઉમેદવારો અને આપના 2 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવી રહ્યું છે.
શૈક્ષણિક લાયકાત અંગે વિશ્લેષણ:
452 માંથી 302 ઉમેદવારો 12 થી ઓછું ભણેલા છે. 103 ઉમેદવારો સ્નાતક અને તેથી વધુ ભણેલા હોવાની વિગતો સામે આવી છે. 5 ઉમેદવારો અશિક્ષિત છે. 8 ઉમેદવાર ડિપ્લોમા ડિગ્રી કરેલ છે. 19 ઉમેદવારોએ શાક્ષર હોવાનું જણાવ્યું છે. જયારે 15 ઉમેદવારોએ તો પોતાની શૈક્ષણિક લાયકાત જ નથી બતાવી.