સુરત : પાલિકા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં આજે સવારે આરએમઓ દ્વારા એક કર્મચારીને વોર્ડમાં મોકલ્યા હતા પંરતુ તે કર્મચારી વોર્ડમાં પહોંચવાને બદલે બહાર ચાલ્યો ગયો ગયો હતો.જેથી તે કર્મચારી દારૃ પીધો હોવાની શંકા જતા ત્યાં આર.એમ.ઓનો પિત્તો જતા તેને આડેહાથ લીધો હતો.સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સ્મીમેર હોસ્પિટલમાં આજે સવારે એક વોર્ડમાં તાત્કાલિક સફાઈ કર્મચારીની જરૃર હતી.જેથી એક આરએમઓ એક કર્મચારીને તરત વોર્ડમાં જવાની સૂચના આપી હતી.પંરતુ ધણા સમય સુધી તે કર્મચારી વોર્ડમાં પહોંચ્યો ન હતો.
તેથી વોર્ડમાંથી આરએમઓને જાણ કરી કે કર્મચારી ત્યાં પહોંચ્યો નથી.જેથી આરએમઓેએ અન્ય કર્મચારીઓ તેની તપાસ કરાવા કહ્યુ હતું.જોકે તે કર્મચારી વોર્ડમાં જવાને બદલે બહાર ક્યાં ચાલ્યો ગયો હતો. જોકે ફરજ દરમિયાન તે કર્મચારીએ દારૃ પીધો હોવાની શંકા આર.એમ.ઓને ગઇ હતી.જથી આર.એમ.ઓનો પિત્તો જતા જાતે તે કર્મચારીને પકડીને એમએલસી કાઉન્ટર ઉપર લઇ આવ્યા હતા અને તેને બરાબર ખખડાવ્યા હતા.બાદમાં તેને દારૃ પીધેલો છે કે નહીં તે માટે તપાસ કરવાનું કહ્યુ હતુ.જેથી કર્મચારીએ આર.એમ.ઓની માફી માંગવા લાગ્યો હતો.બાદમાં તે સમયે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવાને બદલે તેને માફ કરી દીધો હતા.સ્મીમેરના અધિકારીએ જણાવ્યું હતું કે કર્મચારીએ જે પ્રકારનું વર્તન કર્યું હતું.જેથી તેને નોટિસ આપવામાં આવશે.