પાલિકા કર્મચારી કોગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી
સુરત, તા.૨૨
ગુજરાત પ્રદેશ મહાનગરપાલિકા કર્મચારી કોîગ્રેસના પ્રદેશ પ્રમુખ અને હોદ્દેદારોનું જણાવવાનું કે, સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતી તાલીમાર્થી મહિલા કારકુનો નોકરીમાં નિયમિત થવા માટે સ્મીમેર હોસ્પિટલ ફીટનેશ કરાવવા આવેલ તેઓને ગાયનેક વિભાગના અધિકારીએ એક રૂમમાં સામૂહિક ઉભા રાખી કપડાં ઉતારી લાંબો સમય ઉભા રાખી વિકૃત કહી શકાય તેવું કૃત્ય કરી શિક્ષિત મહિલાઓને અપમાનીત કરેલ છે. તબીબી અધિકારીનું આ પગલું ઘણું નિમ્ન કક્ષાનું અને સહન ના થાય તેવું છે. આ બાબતે અમો સખત વાંધો લઈએ છીએ. અને આવા તબીબી અધિકારી સામે ખાતા દ્વારા ત્રણ દિવસમાં તપાસ પુરી કરી જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગણી કરીએ છીએ. જા તબીબી અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહિલા કર્મચારીઅોના સન્માન માટે અમારે ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
સ્મીમેરમાં નિર્વસ્ત્ર તપાસ કાંડમાં ત્રણ દિવસમાં તપાસ પૂર્ણ કરો
Leave a Comment