સમિતિને તપાસ માટે ૧૫ દિવસની મહેતલ આપવામાં આવતા વિરોધ
સુરત, તા.૨૨
સુરત મહાનગરપાલિકાના તાલીમાર્થી મહિલા કર્મચારીઓની ફિઝિકલ ટેસ્ટના નામે સ્મીમેર હોસ્પિટલમાં નિર્વસ્ïત્ર કરી અણછાજતા અનેક સવાલો પૂછવામાં આવતા ભારે હોબાળો મચતા મનપા કમિશનર બંચ્છાનિધિ પાનીએ નિવૃત્ત ડીન ડો. કલ્પનાબેન દેસાઈના અધ્યક્ષ સ્થાને ત્રણ સભ્યોની કમિટીની રચના કરી દીધી હતી. આ કમિટીએ ૧૫ દિવસમાં રિપોર્ટ તૈયાર કરવા માટે તપાસનો પ્રારંભ કરી દીધો છે. આ તપાસ કમિટીની સભ્ય આસી. કમિશનર ગાયત્રીબેન જરીવાળાએ જણાવ્યું હતું કે, નિમાયેલી તપાસ કમિટીએ તપાસ શરૂ કરી દીધી છે.
મેડીકલ ફિટનેશના નામે મહિલા કર્મચારીઓની સાથે કરાયેલી અણછાજતી વર્તણૂંકને પગલે મનપાના કર્મચારી યુનિયનોમાં પણ ભારે આક્રોશ છવાઈ જવા પામ્યો છે. આ યુનિયનોએ આગામી દિવસોમાં કાર્યક્રમો આપવા માટેની રૂપરેખા તૈયાર કરી નાંખી છે. ખાસ કરીને આ ફિઝીકલ મેડિકલ ટેસ્ટમાં સ્મીમેર હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને મહિલા કર્મચારીઓની મેડિકલ તપાસ કરનારા ગાયનેક વિભાગના ડોક્ટરોના નિવેદનો પણ આ તપાસ કમિટી નોîધશે. તેમજ જે મહિલા કર્મચારીઅોના મેડિકલ ટેસ્ટ થયા હોય તેવા તમામ મહિલા કર્મચારીઓને તપાસ કમિટી બોલાવી મેડિકલ ટેસ્ટ વખતે તેઅોને પૂછવામાં આવેલા પ્રશ્નો સહિતની માહિતી જાણવાનો પ્રયાસ કરશે.
દરમિયાન કોગ્રેસ પક્ષના કોર્પોરેટર અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું કે, આ બાબત ખૂબ જ ગંભીર છે. મનપા કમિશનરે તપાસ કમિટિ નીમીએ એ આવકારદાયક છે. પરંતુ ૧૫ દિવસનો સમય આપીને આ ઘટના ઉપર ઠંડુ પાણી રેડી દેવા માટેનું કૃત્ય વખોડવા પાત્ર છે. જેથી હું સોમવારે મનપા કમિશનરની ઓફિસ સામે પ્રદર્શન કરી તાત્કાલિક તપાસ કમિટી પાસે રિપોર્ટ માંગવાનો આગ્રહ રાખવામાં આવશે.
સ્મીમેરમાં નિર્વસ્ત્ર મેડીકલ તપાસનો વિવાદ મ્યુનિ. કમિશનરે નિયુક્ત કરેલી ત્રણ સભ્યોની સમિતિએ હોસ્પિટલમાં તપાસ શરૂ કરી
Leave a Comment