તાકીદે તપાસ સમિતિ રચાતા કર્મચારી મંડળે આભાર વ્યક્ત કર્યો
સુરત, તા.૨૨
સુરત મહાનગરપાલિકા કર્મચારી મંડળની તા.૨૦-૨-૨૦૨૦ના તરફથી કમિશનરને તાલીમાર્થી ક્લાર્ક મહિલા કર્મચારીઓની મેડીકલ ટેસ્ટની પ્રક્રિયા દરમ્યાન સ્મીમેરના ગાયનેક વિભાગ તરફથી મહિલા કર્મચારીઓની ગરીમા જળવાતી ન હોવાની જે લેખિત ફરિયાદ આપી હતી.
તે ફરિયાદને તાત્કાલિક ધ્યાને લઈ આપે તપાસના જે આદેશ આપ્યા ચે અને તપાસ સમિતિનું ગઠન કયુ છે તે અંગે અમો સંતોષ અનુભવીએ છીએ અને ન્યાયિક તપાસ આપવા માટે આ તકે આપનો આભાર વ્યક્ત કરીએ છીએ. આ તકે માનનીય મેયર, ડે.મેયર તથા અધ્યક્ષ સ્થાયી સમિતિએ પણ મામલાની તપાસ મુદ્દે અંગત રસ લઈ સકારાત્મક પ્રતિભાવ આપેલ છે તે તથા અન્ય અધિકારીઓએ પણ આ ગંભીર મામલે ટેકો આપ્યો છે તે સર્વેનો કર્મચારી મંડળ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
સ્મીમેરમાં સ્ત્રીઓની નિર્વસ્ત્ર તપાસ કર્મચારી મંડળે ફરિયાદ કરતા તપાસ સમિતિ રચવામાં આવી
Leave a Comment