સીડની, તા.૨૭ : ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર માઈકલ સ્લેટરને માનસિક અસ્વસ્થતાને કારણે ઘરેલું હિંસાના આરોપમાંથી છોડી મૂકવામાં આવ્યો હતો.સીડનીની સ્થાનિક કોર્ટે સ્લેટરને છોડી મૂકવાની સાથે તેને એક વર્ષ સુધી મનોચિકિત્સક પાસેથી સારવાર લેવા માટેનો આદેશ પણ આપ્યો છે.અલબત્ત, તે જેલની સજામાંથી બચી ગયો હતો.તેને મનોરોગીઓની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.૫૨ વર્ષનો સ્લેટર નિવૃત્તિ બાદ ટીવી કોમેન્ટેટર તરીકે જવાબદારી સંભાળી રહ્યો છે.ગત વર્ષે ઓક્ટોબરમાં સ્લેટરની ભૂતપૂર્વ પાર્ટનરે તેના પર પીછો કરવાનો અને ધમકી આપવાનો આક્ષેપ મૂક્યો હતો. તેની ફરિયાદને આધારે ન્યુ સાઉથ વેલ્સ પોલીસે સ્લેટર પર આરોપ મૂક્યા હતા.ત્યાર બાદ તેને ભૂતપૂર્વ પાર્ટનરથી દૂર રહેવા માટે જણાવવામા આવ્યું હતુ.જોકે તેણે તે આદેશની અવગણના કરતાં મોબાઈલથી તેની પૂર્વ પાર્ટનરને કોલ્સ કર્યા હતા અને ઢગલાબંધ મેસેજ પણ મોકલ્યા હતા.વાવેર્લે લોકલ કોર્ટમાં થયેલી સુનાવણીમા સ્લેટર હાજર રહ્યો નહતો.તે ૧૦૦થી વધઉ દિવસ માનસિક આરોગ્ય કેન્દ્રમાં રહ્યો હતો.જેના કારણે કોર્ટે આ ચૂકાદો આપ્યો હતો.સ્લેટર ઓસ્ટ્રેલિયા તરફથી ૧૯૯૩ થી ૨૦૦૧ સુધીમાંં ૭૪ ટેસ્ટ મેચ રમ્યો હતો.