By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સ્વરાજ્યનો સંગ્રામ: શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 33 બેઠકોમાં આગળ તો વિપક્ષ પણ 10માં છે આગળ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સ્વરાજ્યનો સંગ્રામ: શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 33 બેઠકોમાં આગળ તો વિપક્ષ પણ 10માં છે આગળ
AhmedabadGeneralPolitics

સ્વરાજ્યનો સંગ્રામ: શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ 33 બેઠકોમાં આગળ તો વિપક્ષ પણ 10માં છે આગળ

HM News
Last updated: 23/02/2021 4:28 AM
HM News
4 years ago
Share
SHARE

ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાનું આજે સવારે 8 વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે.ગુજરાત રાજ્યની 6 મહાનગરપાલિકાનું આજે સવારે 8 વાગ્યાથી સૌ પ્રથમ બેલેટ પેપરનું મતગણતરીની શરૂઆત થઈ છે.વહેલી સવારથી અધિકારી તેમજ રાજકીય પક્ષોના આગેવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા.અમદાવાદમાં એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજ અને ગુજરાત કોલેજમાં મતગણતરી કરાશે. આ બંને સ્થળો ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

બેલેટ પેપરની મતગણતરીમાં 33 બેઠકોમાં ભાજપ આગળ,જ્યારે બીજી તરફ 10 બેઠકમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.અમદાવાદ શહેરમાં નવાવાડજ વિસ્તારમાં ભાજપની પેનલ આગળ ચાલી રહી છે.જામનગર મહાનગરના મહાજંગનો આજે ફેંસલો છે. જ્યાં, 16 વોર્ડની 64 બેઠકો પર 53.38 ટકા મતદાન થયું છે.અને કુલ 4.88 લાખ પૈકી 2.61 લાખ મતદારોએ મતદાન કર્યું છે.જેમાં ભાજપના 64,કોંગ્રેસના 62 અને આપના 48 તેમજ બસપાના 22 ,એનસીપીના 11 અને સપાના 2 સહિત 236 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થોડા જ કલાકોમાં થશે. 1,720 બેલેટ પેપરની પ્રથમ ગણતરી શરૂ થઈ છે. 14 ટેબલ પર ચાર રાઉન્ડમાં તમામ વોર્ડની મત ગણતરી થઈ રહી છે. એટલે કે, 1,936 ઇવીએમમાં 236 ઉમેદવારોનું ભાવિ ટૂંક સમયમાં ખુલી જશે.એક તરફ ભાજપે 50 બેઠક જીતવાનો મુક્યો છે વિશ્વાસ,જેમાં સાત વોર્ડમાં પેનલ જીતવાના દાવા કરવામાં આવ્યા છે… તો બીજી તરફ પ્રથમ વખત આપની એન્ટ્રી થતા છે ત્રી પાંખીયો જંગ ખેલાયો છે.

અમદાવાદમાં એલડી એન્જીનિયરિંગ કોલેજ ખાતે કોર્પોરેશન ઇલેક્શનની મત ગણતરી હાથ ધરવામાં આવી.જ્યાં કોરોનાની ગાઈડ લાઈનનું પાલન થઈ કરવામાં આવી રહ્યું છે. પ્રવેશ મેળવતા તમામ લોકોના ટેમ્પરેચર ચેક થઈ રહ્યા છે…અને જો વધારે ટેમ્પરેચર આવે તો પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.તો આ સાથે જ પ્રવેશ કરતા તમામ લોકોના હાથ સેનેતાઈઝ કરાઈ રહ્યા છે.એલડી એન્જીનિયરિંગ કોલેજ ખાતે રાજકીય પક્ષો વચ્ચે ચકમક ના ઝરે તેના માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

રાજકોટમાં પણ મતગણતરી શરૂ

આ તરફ રાજકોટમાં પણ મતગણતરી શરૂ થઈ છે… ત્યારે રાજકોટમાં મતગણતરી પહેલા ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો હળવા મૂડમાં જોવા મળ્યા હતાં.રાજકોટમાં પહેલા ક્યારેય ન જોયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.મતગણતરી પહેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મળ્યા ગળે મળતા જોવા મળ્યા હતાં. વોર્ડ નંબર 13ની મતગણતરી પહેલા નેતાઓ એકબીજા સાથે હળતા-મળતા નજરે પડ્યા હતાં.

અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજમાં 24-24 વોર્ડની અલગ અલગ મત ગણતરી થશે

અમદાવાદમાં ગુજરાત કોલેજ અને એલ.ડી.એન્જિનિયરીંગ કોલેજમાં 24-24 વોર્ડની અલગ અલગ મત ગણતરી થશે.સ્ટ્રોંગ રૂમ પર થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે..બન્ને સૃથળે બે ડઝન જેટલા અિધકારી અને 1000થી વધુ પોલીસ અને એસઆરપીનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે.એલડી કોલેજ ખાતે એસ ડીસીપી, એક એસીપી, બે પી.આઈ., નવ પીએસઆઈ ઉપરાંત 361 કોન્સ્ટેબ્યુસલરી સ્ટાફ અને 39 એસઆરપી જવાનો તહેનાત છે… જ્યારે, ગુજરાત કોલેજ ખાતે એસ ડીસીપી, બે એસીપી, 6પી.આઈ., 23 પીએસઆઈ ઉપરાંત 475 કોન્સ્ટેબ્યુસલરી સ્ટાફ અને 100 મ એસઆરપી જવાનો તહેનાત છે.

પ્રજાની “માનદ” સેવા કરતાં રાજકારણીઓને જલસા. ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોને છૂટા હાથે દાન !!
ગોરધન ઝડફિયાની હત્યા માટે આવેલો ઇરફાન શેખ છોટા શકિલ ગેંગનો શાર્પ શૂટર
જુલાઇથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળી શકે છે વધુ પગાર : DA વધારાની શકયતા
ઋષિ ભારતી સામે ફરિયાદ કરતાં પૂર્વે 7 દિવસ પહેલાં જાણ કરવી
હાથમાં ઢોલ લઈને કોરોના અંગે જાગૃતિ ફેલાવનારા નરેશ કનોડિયા કોરોના સામે જ હારી ગયા!
Share This Article
Facebook Email Print
Previous Article સુરત મ્યુનિસિપલ ચૂંટણી પરિણામ : કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ
Next Article અમદાવાદ : ભાજપના કયા દિગ્ગજ નેતાને પોલીસ સાથે થઈ બબાલ? જાણો શું છે કારણ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up