– ઓડિયોક્લિપમાં સ્વામી મહિલા સાથે અભદ્ર ભાષામાં કરતા હોવાનું સ્પષ્ટ સાંભળાઇ રહ્યું છે
– ઓડિયોક્લિપ સામે આવતા હરિભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી
રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાધુઓ હાલમાં એક પછી એક વિવાદમાં આવી રહ્યા છે.તાજેતરમાં આનંદ સાગર સ્વામી ભગવાન શિવ વિશે ટિપ્પણી કરી વિવાદમાં ફંસાયા બાદ માફી માંગી હતી.ત્યારે આજે વધુ એક સ્વામી રૂગનાથચરણદાસે મહાદેવ વિશે એક ટિપ્પણી કરી છે.જેમાં તેમણે જણાવ્યું છે કે, મહાદેવને સચ્ચિદાનંદ સ્વામીએ કુશતીમાં હરાવ્યા હતા.સમગ્ર મામલે કરણીસેનાનાં પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજાએ આકરી પ્રતિક્રિયા આપી છે.અને તેમની માફીની માંગ કરી છે.સાથે જ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેકસાગર સ્વામીના ઈલુ ઈલુની ઓડિયોક્લિપ પણ સામે આવી છે.જોકે સ્વામીએ તેમાં પોતાનો અવાજ નહીં હોવાનો બચાવ કર્યો છે.
જાણવા મળતી વિગત અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.જેમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેકસાગર સ્વામી મહિલા સાથે અભદ્ર ભાષામાં કરતા હોવાનું સ્પષ્ટ સાંભળી શકાય છે.સામાન્ય રીતે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈપણ સ્વામી મહિલાનું મોઢું પણ જોતા નથી.ત્યારે આ ઓડિયોક્લિપ સામે આવતા હરિભક્તોમાં ભારે રોષની લાગણી જોવાઈ રહી છે.જોકે ઓડિયોક્લિપ જૂની હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.છતાં બની બેઠેલા આવા સ્વામી સામે હરિભક્તોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.
આ અંગે ઓડિયોક્લિપ વાયરલ થયા બાદ ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર પૂર્વ કોઠારી સ્વામી વિવેકસાગરે જણાવ્યું હતું કે, આ મારો અવાજ જ નથી, મારે કાંઈ સાંભળવું જ નથી.વિવેક સાગર સ્વામી મીડિયાની સામે આવ્યા હતા.તેઓએ મીડિયો સમક્ષ કહ્યું છે કે અમારી સાથે રાગદ્વેષથી બદનામ કરવા માટે કોઈએ ખોટી રીતે ઓડિયોક્લિપ વાયરલ કરી છે.અમારા વિકાસના કામોના કારણે રાગદ્વેષથી ઓડિયો વાઇરલ કર્યો છે.અમે ફરિયાદ નહિ કરીએ,જેને વાંધો હોય એ ફરિયાદ કરે.આ મારો અવાજ જ નથી.. અને મારે કાંઈ સાંભળવું જ નથી.
બીજી તરફ વધુ એક સ્વામીનારાયણ સંતનો વિડીયો વાયરલ થયો છે.રૂગનાથચરણદાસજીનામના સંતનો એક વિડીયો સામે આવ્યો છે.જેમાં તેમણે ભગવાન ભોળાનાથને લઈ વિવાદીત ટીપ્પણીઓ કરવામાં આવી છે.જેમાં સચ્ચિદાનંદ સ્વામીને ભગવાન મહાદેવે તેની પૂજા કરવાની ના પાડી અને પોતે તેને લાયક ન હોવાનું કહ્યું છે.સાથે સાથે સચ્ચિદાનંદ સ્વામીએ મહાદેવજીને કુસ્તીમાં હરાવ્યાનો દાવો કર્યો હતો.સમગ્ર મામલે તેનો વિડીયો સામે આવતા કરણીસેનાનાં પ્રદેશ અધ્યક્ષ જે. પી. જાડેજાએ આકરા પ્રહારો કર્યા છે.અને સ્વામી માફી નહીં માંગે તો તેમને મહાદેવ શુ છે તેનું ભાન પણ કરાવવાની ચીમકી આપી છે.