નવી દિલ્હી : પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર રેપનો આરોપ મુકનાર કાયદાની વિદ્યાર્થિનીએ હવે પલટી મારી છે,અગાઉ એણે એવી ફરિયાદ નોંધાવી હતી કે 2019ના સપ્ટેંબરની પાંચમીએ સ્વામીએ પાટનગર નવી દિલ્હીમાં મારા પર રેપ કર્યો હતો.
મંગળવારે સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટમાં નીકળેલી સુનાવણી દરમિયાન આ વિદ્યાર્થિનીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મેં ભૂતપૂર્વ પ્રધાનશ્રી પર એવો કોઇ આક્ષેપ કર્યો જ નથી જેની વાત બચાવ પક્ષના વકીલ કરી રહ્યા હતા.તરત સ્વામી ચિન્મયાનંદના વકીલે કોર્ટને કહ્યું હતું કે આ વિદ્યાર્થિની વિરુદ્ધ ઇન્ડિયન ક્રીમીનલ પ્રોસિજર કૉડની 340 કલમ હેઠળ તત્કાળ કેસ નોંધવો જોઇએ.જસ્ટિસ પીકે રૉયે તરત પોતાના કાર્યાલયને આ સ્ટુડન્ટ વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો અને એની એક નકલ સ્વામીના વકીલને આપવાની સૂચના આપી હતી.
આ કેસની સુનાવણી હવે 15મી ઓક્ટોબર એટલે કે આવતી કાલે ગુરૂવારે થશે. સરકારી વકીલ અભય ત્રિપાઠીએ કહ્યું હતું કે આ વિદ્યાર્થિનીએ પાટનગર નવી દિલ્હીના લોધી કોલોની પોલીસ સ્ટેશનમાં સ્વામી ચિન્મયાનંદ વિરુદ્ધ રેપની ફરિયાદ લખાવી હતી અને ત્યારબાદ એના પિતાએ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં પણ આ પ્રકારની ફરિયાદ લખાવી હતી. આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમની રચના કરાઇ હતી.એ ટીમ સમક્ષ પણ આ સ્ટુડન્ટે રેપની વાત પકડી રાખી હતી.તેથી ક્રીમીનલ પ્રોસિજર કૉડ અન્વયે સ્વામી સામે કેસ નોંધવામાં આવ્યો હતો.હવે આ યુવતી પોતાના અગાઉના નિવેદનમાંથી ફરી ગઇ હતી.એનો અર્થ એ થતો હતો કે એણે કરેલો રેપનો આરોપ ખોટો હતો.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ ઉર્ફે કૃષ્ણપાલ સિંહ પર કેસ કરનાર વિદ્યાર્થિની કોર્ટમાં જુબાની દરમિયાન પોતાના જ આરોપોથી ફેરવી તોળ્યું હતું.જે બાદ પ્રોસિક્યુશન દ્વારા તેને હોસ્ટાઈલ જાહેર કર્યું હતું અને તેની સામે CRPCની ધારા 340 હેઠળ કેસ દાખલ કરવાની અરજી દાખલ કરી હતી.એમપી-એમએલએ કોર્ટના વિશેષ જજ પવન કુમાર રાયે કેસને દાખલ કરવા માટે આદેશ આપ્યો છે.આ મામલે વધુ સુનાવણી 15 ઓક્ટોબરે થશે.
સરકારી વકીલ અભય ત્રિપાઠી મુજબ, ગત વર્ષે પાંચ સપ્ટેમ્બરે પીડિતાએ ચિન્મયાનંદ પર યૌન સંબંધ બનાવવા માટે પોતાની કસ્ટડીમાં રાખવાના નવી દિલ્હીમાં પોલીસ કેસ કર્યો હતો.તેના પિતા દ્વારા શાહજહાંપુરમાં દાખલ કેસમાં આ FIRને મર્જ કરી દીધી હતી. SITએ પીડિતાનું નિવેદન નોંધવાની સાથે મામલાની તપાસ શરૂ કરી હતી.શાહજહાંપુરમાં પણ પીડિતાનું મેજિસ્ટ્રેટની સામે નિવેદન લેવામાં આવ્યું હતું.પીડિતાએ પોતાના બંને નિવેદનોના વિપરીત 9 ઓક્ટોબરે પોતાનો પક્ષ રાખ્યો હતો.
શું હતો સમગ્ર મામલો?
27 ઓગસ્ટ 2019ના રોજ ચિન્મયાનંદ કેસમાં પીડિતાના પિતાએ શાહજહાંપુરમાં FIR કરી હતી કે તેમની પુત્રી LLM કરી રહી છે.તે કોલેજના હોસ્ટેલમાં રહેતી હતી. 23 ગસ્ટે તેનો મોબાઈલ બંધ હતો.ફેસબુક પર તેનો વીડિયો જોયો,જેમાં સ્વામી ચિન્મયાનંદ તેમજ અન્ય લોકો તેને દુષ્કર્મ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતાં હતા. તેમની પુત્રીએ રૂમને તાળું મારી દીધું હતું.તેણે મીડિયાની સામે વીડિયો તેમજ પુત્રીનો રૂમ સીલ કરવાની માગ કરી હતી.આ મામલામાં 20 સપ્ટેમ્બરે 2019ના રોજ ચિન્મયાનંદને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ મોકલી દીધા હતા.ચાર નવેમ્બર 2019એ એસઆઈટીએ આરોપ પત્ર દાખલ કર્યું હતું. 3 ફેબ્રુઆરી 2020ના રોજ હાઈકોર્ટે ચિન્મયાનંદને જામીન મંજૂર કર્યા હતા.

