બર્ન : મુસાફરી દરમિયાન ટ્રેન અથવા બસમાં ઘણા ભૂલકણાં લોકો કેટલીક કિંમતી ચીજો ભૂલી જતાં હોય છે, એક સામાન્ય માણસ કાં તો તે જાતે શોધી કાઠવાનો પ્રયાસ કરશે અથવા પોલીસની મદદ લે છે.પરંતુ સ્વિટ્ઝરલેન્ડમાં એક વિચિત્ર ઘટના બની છે જ્યાં એક વ્યક્તિ ટ્રેનમાં સોનાની ભરેલી બેગ ભૂલી ગયો હતો અને ન તો તેણે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાવી નથી. આશ્ચર્યજનક વાત છે કે આ બિનવારસી બેગમાં તેવું ત્રણ કિલો સોનું છે. જેની કિંમત હાલમાં ૨.૭૮ લાખ ડોલર થવા જાય છે.(ભારતીય રૂપિયામાં આશરે ૨.૧૨ કરોડ)
અધિકારીઓ શોધી રહ્યાં છે સોનાના સાચા માલિક
સ્વિત્ઝર્લેન્ડના અધિકારીઓ હવે આ ત્રણ કિલો સોનાના સાચા માલિકને શોધી રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે,આ સોનું અધિકારીઓને ગત વર્ષે ઓક્ટોબરમાં મળ્યું હતું અને તેમણે રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ તેમજ ટિકિટોની વિગતોની ઊંડાણપૂર્વકની ચકાસણી કરી હતી,છતાં તેના માલિકની માહિતી ન મળતાં આખરે આખી વાત જાહેર કરવી પડી હતી.
અધિકારીઓએ કરેલી જાહેરાત અનુસાર સેંટ. ગાલેન થી લુસેર્ને વચ્ચે મુસાફરી કરનાર કોઈ વ્યક્તિ આ સોનું ટ્રેનમા ભૂલી ગઈ છે.આ બંને સ્થળો વચ્ચેનું અંતર ૯૦ કિલોમીટરનું છે અને રેલવેમાં બંને વચ્ચેનું અંતર કાપતા બે કલાકનો સમય લાગે છે.સ્વિત્ઝર્લેન્ડના નિયમ અનુસાર આ સોનાનો માલિક પાંચ વર્ષ સુધી તેના પર પોતાનો દાવો કરી શકશે.જો પાંચ વર્ષમાં કોઈ દાવો નહી કરે તો તેણે તેનો હક્ક ગુમાવવો પડશે.
જોકે સોનું મેળવવાની લાલચમાં તેના પર દાવો કરનારા વ્યક્તિની ખરાઈની ચકાસણી અધિકારીઓ કેવી રીતે કરશે તે એક પ્રશ્ન છે.જોકે આ અંગે તેઓ પોલીસની તેમજ અન્ય સત્તાધીશોની મદદ લેશે તે નક્કી મનાય છે.


