થોડાક સમય પહેલા સ્વીડનના સ્ટોકહોમ શહેરની એક મસ્જિદ નજીક ધાર્મિક ગ્રંથ કુરાનને બાળવાની ઘટનાના પ્રત્યાઘાતો દુનિયામાં પડયા હતા.ઇસ્લામિક દેશોના સંગઠન ઇસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઇસી)એ તાત્કાલિક બેઠક બોલાવીને કડક ટીકા કરી હતી.તુર્કી,પાકિસ્તાન,મોરકકો,ઇરન,સાઉદી અરબ,કુવૈત અને ઇજિપ્તમાં પણ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.અગાઉ ડેન્માર્ક અને નોર્વેમાં પણ આવી આ ઘટનાઓ બની હતી.જો કે ઇસ્લામિક દેશ બાંગ્લાદેશમાં કુરાનની ડઝનો પ્રત આગ લગાડવાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે.
આ ઘટનામાં વિરોધમાં હજારો લોકો વિરોધ માટે રસ્તા પર આવી ગયા હતા.પ્રદર્શનકારીઓ સાથે થયેલી અથડામણમાં ૧૪ પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા.બાંગ્લાદેશમાં કુરાન બાળવાની ઘટના સિલહટ શહેરને એક રુઢિવાદી વિસ્તારમાં બની હતી.આ ઘટના અંગે બે આરોપીઓની ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવી હતી.આરોપીઓેને પોલીસને જણાવ્યું હતું કે કુરાનની ડઝનથી વધારે પ્રતો બાળવાનું કારણ તે ખૂબ જૂની હતી અને પ્રિન્ટિંગ ભૂલ પણ હતી.
આ ગુનામાં જે બે આરોપીઓ પકડાયા તેમાં એક સ્કૂલ પ્રિન્સિપાલ નરુર રહેમાનો સમાવેશ થાય છે.બીજા આરોપીનું નામ મહેબૂબ આલમ છે.પોલીસે બાળવામાં આવેલી કુરાનની ૪૫ પ્રતો જબ્ત કરી હતી.તેમનું માનવું હતું કે ઇસ્લામિક વિદ્વાનો પણ માને છે કે જેનો ઉપયોગ ના થતો હોય એવી પ્રતોનો સન્માનપૂર્વક નષ્ટ કરવી જોઇએ.બાંગ્લાદેશી કુલ વસ્તી ૧૭ કરોડ છે જેમાંથી ૯૦ ટકા મુસ્લિમ અને ૧૦ ટકામાં હિંદુ,ખ્રિસ્તી તથા અન્ય લઘુમતીઓ રહે છે.