– વર્ષ 2012માં વીઆઈપી કોટા લાગુ કરવામાં આવ્યો હતો
– હવે VIP યાત્રિઓએ પણ સામાન્ય હજ યાત્રિઓની માફક જ કરવી પડશે હજ યાત્રા
નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2023, બુધવાર : આજે બુધવારે કેન્દ્ર સરકાર દ્વારા હજ યાત્રિયોને લઈને એક નિર્ણય કરવામાં આવ્યો છે.હવે VIP યાત્રિઓએ પણ સામાન્ય હજયાત્રિઓની માફક જ કરવી પડશે હજ યાત્રા.સુત્રો દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ ભારતના વડાપ્રધાન,રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ અને લઘુમતી મામલાના મંત્રીઓ ઉપરાંત હજ કમિટીને ફાળવવામાં આવેલ વીઆઈપી કોટા નાબુદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ વર્ષ 2012માં વીઆઈપી કોટા લાગુ કરવામાં આવ્યો હતો.અને તેના માટે 5000 સીટો ફાળવવામાં આવી હતી.જો કે હવે તેને રદ કરવામાં આવી છે.તેથી હવે આ તમામ વીઆઈપી કોટાની સીટોને સામાન્ય લોકોમાં ફાળવણી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે કોરોના મહામારી સમયે ઘણા બધા નિયમો બનાવવામાં આવ્યા હતા.જે નિયમોને સામાન્ય કર્યો પછી સાઉદી અરબમાથી દર વર્ષેની જેમ આ વખતે પણ હજયાત્રીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ છે.
ઈસ્લામ ધર્મમાં દરેક મુસલમાનો માટે જીવન એકવાર હજ કરવી આવશ્યક હોય છે.દર વર્ષે દુનિયાભરમાથી કેટલાય દેશોમાથી આ પવિત્ર શહેર મક્કા શહેરમાં હજ માટે ભેગા થાય છે. અને આ તેમનું સૌથી મહત્વના ધર્મસ્થાન પૈકીનું એક માનવામાં આવે છે.