પાંડેસરા પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી
સુરત, તા.૨૨
પાંડેસરા-હજીરા પોલીસે દરોડા પાડી રૂપિયા ૩ લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. હજીરા પોલીસે જમીનમાં દાટેલી દારૂની ૨૧૧૨ બોટલો કબજે કરી હતી.
પાંડેસરા પોલીસે મળેલી બાતમીના આધારે બમરોલી રોડ કૈલાશનગર ખાડી પાસેથી કાર નંબર જીજે-૫-સીજી-૩૮૮૭ જપ્ત કરી રૂપિયા ૫૩૩૬૦ની કિંમતની ૧૮૫ નંગ દારૂની બોટલ કબજે કરી હતી. પોલીસ જાઈ જતાં કાર ચાલક કાર મુકીને નાસી ગયો હતો.
જ્યારે હજીરા પોલીસને હજીરા ગામ તળાવ મહોલ્લામાં ઘરની પાછળ ખાડો ખોદી દારૂની બોટલો છુપાવી હોવાની બાતમી મળતા પોલીસે દરોડા પાડી જમીનમાં દાટેલી ૨૧૧૨ બોટલ કિંમત રૂ.૨૪૮૧૫૦કબજે કરી સુમિત્રાબેન ધનસુખ પટેલની ધરપકડ કરી ધર્મેશ ઉર્ફે સકો ધનસુખ, અશ્વિન કાંતિ પટેલને વોન્ટેડ જાહેર કર્યો હતો.
હજીરાના તળાવ મહોલ્લામાં બુટલેગરે જમીનમાં દાટેલી ૨૧૧૨ દારૂની બોટલો પોલીસે શોધી કાઢી
Leave a Comment