– કોરોના મહામારી બાદની સૌથી મોટી M&A ડીલ પૈકી એક એસ્સાર સ્ટીલે પોતાની ઈન્ફ્રા એસેટ્સ આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલના જોઈન્ટ વેન્ચરને વેચવા સહમતિ દર્શાવી છે
સુરત : છેલ્લા કેટલાક સમયથી વિવાદ અને ઈન્સોલ્વન્સીનો સામનો કરી રહેલા હજીરા પોર્ટ અને તેની સંપત્તિનો વિવાદ અંતે ઉકેલાતો નજરે ચડે છે. Essar steelએ હજીરા સ્ટીલ પ્લાન્ટ સ્થિત ઈન્ફ્રા એસેટ્સ વિશ્વની ટોચની સ્ટીલ ઉત્પાદક આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ (AM/NS)ને વેચશે.એસ્સાર સ્ટીલની પોર્ટ્સ,વીજ પ્લાન્ટ સહિત અન્ય કેટલીક ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ એસેટ્સ આર્સેલર મિત્તલ (AM/NS) રૂ. 19000 કરોડમાં ખરીદશે. આ ડીલ સાથે એસ્સારનો એસેટ મોનેટાઈઝેશન પ્રોગ્રામ પૂર્ણ થશે.જેની મદદથી તે બેન્કોના બાકી રૂ. 2 લાખ કરોડ (25 અબજ ડોલર) દેવાની ચૂકવણી ઉપરાંત તમામ દેવા ચૂકવવા કરશે.
એસ્સાર કેપિટલના ડિરેક્ટર પ્રશાંત રુઇયાએ કહ્યું હતું કે, એસ્સારે ગ્રોથ અને નવેસરથી કામગીરી કરવાની સ્થિતિ ફરી પાછી મેળવી છે.છેલ્લાં 4 વર્ષમાં અમારો બિઝનેસ કોન્સોલિડેટ કર્યા પછી અમે હવે પર્યાવરણને અનુકૂળ ભવિષ્યની ઊર્જાનું નિર્માણ કરવાના આગામી તબક્કામાં પ્રવેશ કર્યો છે, જે પર્યાવરણને અનુકૂળ દુનિયા માટે જીવન અને આજીવિકામાં વધારો કરશે.
આ સોદામાં એસ્સાર અને આર્સેલરમિત્તલ વચ્ચે ગુજરાતના હઝીરામાં 4 એમટીપીએ સીએનજી ટર્મિનલનું નિર્માણ કરવા 50-50 જોઈન્ટ વેન્ચર પાર્ટનરશિપ પર વિચારણા થઈ છે.આ મોનેટાઇઝેશન સાથે એસ્સારની કુલ આવક 1.25 અબજ ડોલર (₹10,000 કરોડ)ની ઇબીઆઇટીડીએ અને 8 અબજ ડોલર (₹64,000 કરોડ)ની એયુએમ (એસેટ અંડર મોનેટાઇઝેશન) સાથે 15 અબજ ડોલર (~₹1.2 લાખ કરોડ) હશે,જેની વિવિધ અસ્કયામતો ભારત અને વિદેશોમાં ફેલાયેલી છે.
શું હતો વિવાદ?
ઈન્સોલ્વન્સી કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં લાંબી લડાઈ લડ્યા પછી AM/NS એ બેન્કરપ્સીની હરાજી હેઠળ હજીરામાં એસ્સાર સ્ટીલનો 10 mtpa સંકલિત સ્ટીલ પ્લાન્ટ ₹42,000 કરોડમાં હસ્તગત કર્યો હતો.હજીરા પોર્ટની એસેટ્સ વિવાદનો મુખ્ય વિષય હતી.જે હવે વેચાઈ ગઈ છે.જેમાં AM/NS એ દાવો કર્યો હતો કે સ્ટીલ પ્લાન્ટ માટે કેપ્ટિવ યુનિટ તરીકે બાંધકામ થયા હતા.તેની માલિકી સ્ટીલ પ્લાન્ટની સાથે ટ્રાન્સફર થવી જોઈએ.જો કે, આ એસેટ્સ હજીરા પ્લાન્ટના ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન હેઠળ સમાવવામાં આવી ન હતી.
AM/NSએ ડીલ અંગે નિવેદન આપ્યુ હતું કે, આ એસેટ્સ (ગુજરાત, આંધ્રપ્રદેશ અને ઓડિશાની પોર્ટ એસેટ્સ) AM/NS ભારતના સ્ટીલ નિર્માણ સાથે જોડાયેલી છે અને તેના ઉત્પાદન અને લોજિસ્ટિક્સ ચેઇનના વ્યૂહાત્મક સંકલનને મજબૂત બનાવશે. ગુજરાત,વિશાખાપટ્ટનમ અને પારાદીપ સ્થિત પોર્ટ એસેટ્સની સંપૂર્ણ માલિકી ઉત્પાદન સુવિધાઓ તેમજ નિકાસ માટે કાચા માલ અને તૈયાર માલની હેરફેર માટે સીમલેસ કનેક્ટિવિટી અને સપ્લાય ચેઈન સુરક્ષા સુનિશ્ચિત કરશે.પાવર અને ટ્રાન્સમિશન અસ્કયામતોનું સંપાદન હજીરામાં ખર્ચ-અસરકારક,લાંબા ગાળાની વીજ પુરવઠો અને ઊર્જા કાર્યક્ષમતાને સુનિશ્ચિત કરશે.
એસ્સારની આગામી યોજના
એસ્સારે ઊર્જા,માળખાગત સુવિધાઓ,ધાતુઓ,માઇનિંગ અને ટેકનોલોજી અને રિટેલના એના મુખ્ય ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ રોકાણો કરવાની યોજના બનાવી છે જ્યારે હાલ ચાલુ વ્યવસાયો કામગીરીને સ્થિરતા પ્રદાન કરશે,ત્યારે હાલની અસ્કયામતોને પર્યાવરણને અનુકૂળ બનાવવા અને ડિકાર્બોનાઇઝેશન અને ડિજિટાઇઝેશનમાં રોકાણ કરીને પર્યાવરણને અનુકૂળ વ્યવસાયો તરફ ક્ષેત્રમાં આગેકૂચ કરવા નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવા માટે અમને આગળ વધારશે.