– સાધ્વી પ્રાચીના કહેવા પ્રમાણે આવા લોકોને ફાંસીની સજા થવી જોઈએ
નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2022, ગુરૂવાર : દેશભરમાં રામનવમી અને હનુમાન જયંતીના રોજ યોજવામાં આવેલી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે.અનેક હિંદુવાદી સંગઠનોએ આ મામલે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.ત્યારે મુઝફ્ફરનગર ખાતે સાધ્વી પ્રજ્ઞાએ જહાંગીરપુરી હિંસા મામલે મહત્વનું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું હતું કે, હજુ તો એ 20% છે તો પથ્થરમારો થઈ રહ્યો છે પરંતુ જ્યારે તેમની વસ્તી 50% થઈ જશે ત્યારે હિન્દુઓની સ્મશાનયાત્રા યોજવી પણ મુશ્કેલ બની જશે.
શોભાયાત્રાઓ પર થયેલા પથ્થરમારાઓની ઘટના અંગેના સવાલનો જવાબ આપતાં સાધ્વી પ્રાચીએ કહ્યું હતું કે, ‘આ હિન્દુઓ માટે ચિંતાનો વિષય છે.કોઈ પણ તહેવારની ભવ્ય શોભાયાત્રાઓ યોજાય છે ત્યારે હજુ તો તેઓ 20% જ છે અને પથ્થરમારો કરે છે.જ્યારે તેઓ 50% થઈ જશે ત્યારે હિન્દુઓની સ્મશાનયાત્રા યોજવી પણ મુશ્કેલ બની જશે. માટે આ હિન્દુ સમાજ માટે ચિંતાનો વિષય છે.’
તેમણે કહ્યું હતું કે, ‘એક સમુદાયના લોકો જ ખાસ કરીને જ્યાં હિન્દુઓની યાત્રા નીકળે છે ત્યાં પથ્થરો ફેંકે છે અને ગોળીબાર પણ કરે છે.’ તેમણે AIMIM પ્રમુખ પર નિશાન સાધીને કહ્યું હતું કે, ‘હૈદરાબાદના એક નેતાનું કહેવું છે કે, એક જ સંપ્રદાયના લોકો પર સકંજો કસાઈ રહ્યો છે પરંતુ જ્યારે પથ્થર મારનારા એક જ સંપ્રદાયના હોય તો કાર્યવાહી પણ તેમના સામે જ થશેને.’
સાધ્વી પ્રાચીના કહેવા પ્રમાણે આવા લોકોને ફાંસીની સજા થવી જોઈએ. હિન્દુઓના તહેવારો દરમિયાન આ પ્રકારની ઘટનાઓ શરમજનક છે.