રાજકોટ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને હવે 1 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે.આ ચૂંટણી પ્રચાર દરમિયાન આરોપ-પ્રત્યારોપનો દોર જોવા મળ્યો હતો.જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીની સરખામણી રાવણ સાથે કરતાં ભાજપ આક્રામક બની છે,ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે કોંગ્રેસને આડે હાથ લીધી છે.
કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેના વિવાદિત નિવેદન પર વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે વડાપ્રધાનની રાવણ સાથેની તુલના એ ગુજરાતીઓનું અપમાન છે.ગુજરાત ચુંટણી ટાણે આ નિવેદનથી કોંગ્રેસને ભારે નુકસાન થશે.ગુજરાતીઓ આ ટિપ્પણીને ક્યારેય સહન નહીં કરે.તેમણે કહ્યું કે 2017માં કોંગ્રેસની લહેર હતી એટલે કોંગ્રેસ એમ માનતી હતી કે અમારી સરકાર બનશે.કારણ કે તે વખતે પાટીદાર આંદોલન,ઉનાકાંડને લઇને કોંગ્રેસની સ્થિતિ મજબૂત હતી.પરંતુ 5 છેલ્લા વર્ષમાં કોઇ આંદોલન થયું નથી.એટલે આ વખતે પણ આ અમારી જીત નક્કી છે.
ખડગેના નિવેદન પર પલટવાર કરતાં વિજય રૂપાણીએ જણાવ્યું કે, આ ગુજરાતીઓનું અપમાન છે.ચૂંટણી સમયે ખડગેના આવા નિવેદનથી કોંગ્રેસને જ નુક્સાન થશે.ગુજરાતની જનતા આવી ટીપ્પણીને ક્યારેય સહન નહીં કરે.
2017માં પાટીદાર આંદોલન અને ઉના કાંડના કારણે કોંગ્રેસની સ્થિતિ મજબૂત હતી.કોંગ્રેસની લહેર હોવાથી તેમની સરકાર બનશે,તેમ માનતી હતી.જો કે આજે સ્થિતિ અલગ છે.છેલ્લા 5 વર્ષમાં કોઈ આંદોલન નથી થયુ.આટલું જ નહીં, 2017ની ચૂંટણીમાં જીત મેળવેલા કોંગ્રેસના 15 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે.જેના કારણે કોંગ્રેસ પાર્ટી હતાશ અને નિરાશ થઈ ગઈ છે.આ વખતની ચૂંટણી કોંગ્રેસ માત્ર પોતાના અસ્તીત્વ માટે જ લડી રહી છે.જ્યારે આ વખતે ભાજપની જીત નક્કી જ છે.
પોતાના ચૂંટણી ના લડવા અંગે પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભાજપ હાઈકમાન્ડે યુવાઓને તક આપવા માટે નિર્ણય કર્યો હતો.જેના કારણે અમે સીનિયર નેતાઓએ એકસુરમાં આ વિધાનસભા ચૂંટણીમાં યુવાઓને તક આપવા માટે ઉમેદવારી ના કરવાનો નિર્ણય કર્યો છે.આ વખતની ચૂંટણીમાં ભાજપે રાજકોટમાં નવા ચહેરાને તક આપી છે.આ ચારેય બેઠકો પર ભાજપને જીત મળશે.
શું બોલ્યા હતા ખડગે?
હકીકતમાં ગુજરાતમાં એક જનસભાને સંબોધન કરવા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, ભાજપ નગર પાલિકાની ચૂંટણીમાં કહે છે કે, મોદીને વોટ આપો.શું મોદી અહીં કામ કરવા આવશે? કોર્પોરેશનમાં પણ તમારા ચહેરા પર મત માંગવાના,વિધાનસભા ચૂંટણીમાં પણ તમારો જ ચહેરો અને લોકસભા ચૂંટણીમાં પણ તમારા ચહેરા પર જ મત માંગવાના.આમ દરેક ઠેકાણે તમારો ચહેરો,શું તમારા રાવણની જેમ 100 માથા છે?