- ફૂટપાથ ઉપરથી અજાણ્યા યુવકની લાશ મળી આવી :સુરતના પાંડેસરા પ્રભુ નગરની સામે કૈલાશ ચોકડીથી ગાંધી કુટિર જતા રોડના ફૂટપાથ ઉપરથી એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.હત્યારા દ્વારા અજાણ્યા યુવકને તિક્ષ્ણ હથિયારથી પેટ,છાતી અને ગળાના ભાગે ઘા મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- ગાંધી કુટિર જતા રોડની ઘટના
પાંડેસરા પોલીસે જણાવ્યું હતું કે,સોમવારની મોડી સાંજે પાંડેસરા ગાંધી કુટિર જતા રોડના ફૂટપાથ ઉપર એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી આ અંગેની જાણ પાંડેસરા પોલીસને મળી હતી પાંડેસરા પોલીસના પી.એસ.આઈ વી એન સિંગર કિયા અને તેમનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો પોલીસે ત્યાં તપાસ કરતા અજાણ્યા યુવકને તિક્ષ્ણ હથિયારથી પેટ,છાતી અને ગળામાં ગંભીર જીવલેણ ઇજા પહોંચાડવામાં આવી હોવાનું તપાસ દરમિયાન ખુલ્યું હતું.


