યુએસ પ્રમુખ જો બિડેને હવે સ્વીકાર્યું છે કે હમાસ સાથે કરાર અંતિમ તબક્કામાં છે.એક દિવસ પહેલા વ્હાઇટ હાઉસે આ વાતને નકારી કાઢી હતી.હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાની અટકળો વચ્ચે યુએસ પ્રમુખ જો બિડેને સંકેત આપ્યો છે કે આ ડીલ હવે પૂર્ણ થવાની નજીક છે.આ પહેલા વોશિંગ્ટન પોસ્ટના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા,ઈઝરાયેલ અને હમાસ વચ્ચે એક અસ્થાયી સમજૂતી થઈ છે જેના હેઠળ હમાસ બાળકો અને મહિલાઓને તેની કેદમાંથી મુક્ત કરશે,જેના બદલામાં ઈઝરાયેલ પાંચ દિવસ માટે યુદ્ધ બંધ કરશે.
જો બિડેન થેંક્સગિવિંગ સમારોહમાં ભાષણ આપી રહ્યા હતા,તે દરમિયાન એક પત્રકારે હમાસ સાથેના કરાર અંગે પ્રશ્નો પૂછ્યા.તેમણે પૂછ્યું- શું એવા અહેવાલ છે કે કરાર પૂર્ણ થવાના આરે છે? પત્રકારના જવાબમાં, બિડેને કહ્યું, “હા, હું પણ એવું માનું છું.”
ઈઝરાયેલે ના પાડી દીધી
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોમવારે આવી કોઈ સમજૂતીનો ઈન્કાર કર્યો હતો.તેમણે કહ્યું હતું કે, તાજેતરના દિવસોમાં મીડિયામાં બંધકોને મુક્ત કરવા માટે કરવામાં આવેલા કેટલાક કરારો અંગે ખોટા અહેવાલો આવ્યા છે.તેમણે કહ્યું કે, જો કોઈ સમજૂતી હશે તો અમે તેને ઈઝરાયેલની જનતા સમક્ષ રજૂ કરીશું.અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને હવે સ્વીકાર્યું છે કે હમાસ સાથેનો કરાર અંતિમ તબક્કામાં છે.એક દિવસ પહેલા, વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તા એડ્રિન વોટસને કહ્યું હતું કે, “અમે હજુ સુધી કોઈ સમજૂતી પર પહોંચ્યા નથી,પરંતુ અમે એક કરાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
શું કતાર મધ્યસ્થી કરી રહ્યું છે?
કતારના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ-થાનીએ હમાસ અને ઇઝરાયેલ સાથે ચાલી રહેલા સોદામાં મધ્યસ્થી કરવાની જવાબદારી લીધી છે.તેમણે આશા વ્યક્ત કરી હતી કે કરાર તેના અંતિમ તબક્કામાં છે,માત્ર નાની ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની બાકી છે.તેમણે કહ્યું, “સમજૂતી લગભગ પૂર્ણ થઈ ગઈ છે, માત્ર કેટલાક નાના અને પડકારજનક વ્યવહારિક મુદ્દાઓ બાકી છે.”

