– જાહેરમાં જન્મ દિવસની ઉજવણીના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે
સુરત : સુરત જીલાની બ્રિજ ઉપર જાહેરમાં બર્થ ડે મનાવતા યુવાનોનો વધુ એક વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.રાહદારીઓની અવર જવર વચ્ચે જન્મ દિવસની ઉજવણી કરી યુવાનોએ કોવિડ ગાઈડલાઈનના નિયમોના જાહેરમાં ધજાગરા ઉડાડ્યા છે.એટલું જ નહીં પણ એક મિનિટ અને 7 સેકન્ડના આ વીડિયોમાં યુવાનો બ્રિજ ઉપર ડાન્સ કરી એક બીજા ઉપર કેક લગાડતા હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે.તો બીજી બાજુ એમની ફિલ્મ (વીડિયો) બની રહ્યો હોવાનો જરા પણ મસ્તીખોર યુવાનોને ખ્યાલ ન આવતો હોવાનું દેખાય રહ્યું છે.
જાહેરમાં જન્મ દિવસની ઉજવણીના કિસ્સા દિનપ્રતિદિન વધી રહ્યા છે.પહેલા અસામાજિક તત્વોથી લઈ વેપારીઓ અને કેટલાક રાજકીય કાર્યકર્તાઓ પણ જન્મ દિવસની ઉજવણી કરતા કેમેરામાં કેદ થયા હતા.ત્યારે હવે જીલાની બ્રિજ પર કેટલાક યુવાનોએ બર્થ ડે ઉજવણી કરી પોલીસ અને પોલિટીશિયન એટલે કે સરકારને ચુનોતી આપી છે.જન્મ દિવસની ઉજવણીમાં વ્યસ્ત આ યુવાનોએ પણ ભૂલી ગયા કે એમની ફિલ્મ (વીડિયો) બની રહી છે.બ્રિજ પર રોડની એક બાજુએ બર્થ ડે સેલિબ્રેશન થઈ રહ્યું હતું તો બીજી બાજુ એક જાગૃત નાગરિક પોલીસને જગાડવા જન્મ દિવસની ઉજવણીનો વીડિયો બનાવી રહ્યો હતો.આ તમામ યુવાનોની ઓળખ અને એક ઉદાહરણ આપવું હવે પોલીસ માટે જરૂરી બની ગયું છે.


