નવી દિલ્હી, તા. 17 મે 2022 મંગળવાર : સુપ્રીમ કોર્ટે જિતેન્દ્ર નારાયણ સિંહ ત્યાગી,જેઓ પહેલા વસીમ રિઝવીના નામે ઓળખાતા હતા,તેમને ત્રણ મહિનાના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.ત્યાગી પર આરોપ છે કે તેમણે ગયા વર્ષે ડિસેમ્બરમાં આયોજિત હરિદ્વાર ધર્મ સંસદમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને લોકોને ઉશ્કેરવાનુ કામ કર્યુ હતુ.રિઝવીની આ વર્ષે 13 જાન્યુઆરીએ ધરપકડ કરાઈ હતી.રિઝવીના વકીલે હૃદય રોગની સારવાર માટે જામીનની માગ કરી હતી.આ અરજી પર સુનાવણી કરતા મંગળવારે સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરીને આદેશ આપ્યો કે જામીન દરમિયાન તેઓ કોઈ ભડકાઉ ભાષણ આપશે નહીં.
12 મે એ પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી
અગાઉ 12 મે એ પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને આ દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારે નોટિસ જારી કરતા કહ્યુ હતુ કે ત્યાગી ઉર્ફ વસીમ રિઝવી સમગ્ર માહોલને ખરાબ કરી રહ્યા છે.કોર્ટે એ પણ કહ્યુ કે લોકોને શાંતિથી રહેવુ જોઈએ અને જીવનનો આનંદ લેવો જોઈએ.કોર્ટે કહ્યુ કે પહેલા તેઓ બીજાને જાગૃત થવા માટે કહે, તે પહેલા પોતાને સંવેદનશીલ બનવુ પડશે.તેઓ સંવેદનશીલ નથી.આ કંઈક એવુ છે જે સમગ્ર માહોલને ખરાબ કરી રહ્યા છે.બેન્ચના નિશાને ધર્મસંસદમાં નફરત ફેલાવનારા નિવેદન આપનારા વક્તા પણ હતા.
ત્યાગીના વકીલે કરી આ દલીલ
ત્યાગીની તરફથી રજૂ થયેલા વકીલે કહ્યુ કે ત્યાગી છ મહિનાથી જેલમાં કેદ છે અને તેઓ કેટલીક બીમારીથી પીડિત છે.તેમણે કહ્યુ કે ત્યાગી સામે નોંધાયેલા કેસમાં વધુમાં વધુ ત્રણ વર્ષની જ સજા છે અને આ કલમ હેઠળ જામીન આપવા જોઈએ.

