નવી દિલ્હી,તા.17.ફેબ્રુઆરી.2022 : પ્રાઈવેટ સેક્ટરની નોકરીમાં હરિયાણાના લોકોને 75 ટકા અનામત આપવાના રાજ્ય સરકારના નિર્ણય પર હાઈકોર્ટે રોક લગાવી હતી.હવે સુપ્રીમ કોર્ટે આ સ્ટે ઉઠાવી લીધો છે.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને આ મામલામાં ચાર વીકમાં નિર્ણય કરવા માટે સુપ્રીમ કોર્ટે કહ્યુ છે અને સાથે સાથે અનામતનો અમલ નહીં કરનાર કંપનીઓ સામે આકરી કાર્યવાહી કરવા પર રોક લગાવી છે.
સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યુ હતુ કે,આંધ્રપ્રદેશ,મહારાષ્ટ્ર,હરિયાણા અને ઝારખંડમાં આવા મામલે છે.આંધ્રમાં આવી અનામત પર કોઈ સ્ટે નથી.ઝારખંડ અને મહારાષ્ટ્રમાં પ્રાઈવેટ સેક્ટરમાં સ્થાનિકોને અનામત આપવાના નિર્ણયને પડકારવામાં આવ્યો નથી.અનામત ત્રીજી અને ચોથી કેટેગરીની પોસ્ટો માટે છે.
ઉલ્લેખનીય છે આ કેસમાં ગત સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આંધ્ર પ્રદેશ અને ઝારખંડમાં લાગુ કાયદાઓ અંગે જાણકારી માંગી હતી.કોર્ટે કહ્યુ હતુ કે,તમામ રાાજ્યોની જાણકારી મળે તે પછી નક્કી કરીશું કે આ બધાની સુનાવણી એક સાથે કરવી કે કેમ…
આ પહેલા હરિયાણા સરકારે હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમમાં પિટિશન દાખલ કરીને કહ્યુ હતુ કે,હાઈકોર્ટે માત્ર દોઢ મિનિટની સુનાવણીમાં અનામત પર સ્ટે આપી દીધોહ તો.રાજ્યના વકીલને સાંભળવામાં આવ્યા નથી અને્ હાઈકોર્ટનો ચુકાદો રદ રવામાં આવે.