કુરુક્ષેત્ર : હરિયાણામાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે.હરિયાણાના કુરુક્ષેત્રમાં એક ચા વેચનારા દુકાનદારને બેંકે 50 કરોડ રૂપિયાના ડિફોલ્ટર બનાવી દીધા છે જ્યારે દુકાનદારે જણાવ્યું કે મેં ક્યારેય લોન લીધી જ નથી તેમ છતાં મને 50 કરોડનો દેવાદાર કેવીરીતે બનાવી દીધો છે.
દુકાનદારે જણાવ્યું છે કે,મેં લોન માટે અરજી કરી હતી કેમકે મારી નાણાંકીય સ્થિતિ કોરોનાને કારણે ખરાબ થઈ ગઈ છે.બેંકે મારી લોનની અરજી નામંજૂર કરી અને જણાવ્યું કે મારી પર પહેલા જ 50 કરોડ રૂપિયાનું દેવું છે.
કુરુક્ષેત્રના રાજકુમારે જણાવ્યું કે,હું ચા વેચીને મારા પરિવારનું પાલન-પોષણ કરે છે.બેંકે મને દેવાદાર બનાવી દીધો છે જ્યારે તેણે કોઈ લોન પણ લીધી નથી. કોરોના મહામારીને કારણે મારો ધંધો બંધ થઈ ગયો હતો.મેં નાણાંકીય સહાયતા માટે બેંકમાં લોનની અરજી કરી હતી જે તેમણે નામંજૂર કરી દીધી હતી.એટલું જ નહીં તેમણે મને ડિફોલ્ટર જાહેર કરી દીધો છે.