ચંદીગઢ,તા.૯ : હરિયાણામાં ફરીથી એક વાર ધર્મ પરિવર્તનનો કિસ્સો બહાર આવ્યો છે.અહીંના એક ગામડામાં રહેતા ૩૦ મુસ્લિમ પરિવારોએ હિંદુ ધર્મ અપનાવી લીધો છે.કોરોના વાયરસ સંકટના આ સમયમાં અહીંના ડુમ સમાજના લોકો સતત સનાતન ધર્મ અપનાવી રહ્યા છે.આના થોડા દિવસ પહેલા પણ કેટલાક મુસ્લિમ પરિવારોને એ હિંદુ ધર્મ અપનાવ્યો હતો.મળી રહેતી માહિતી અનુસાર આ ઘટના હરિયાણાના હિસાર જીલ્લાના બિઠમડા ગામની છે.અહીં એક પરિવારની બુઝર્ગ મહિલા ફુલ્લીબાઇનું અવસાન થતા તેના પરિવારજનોએ મુસ્લિમ હોવા છતાં તેના અંતિમ સંસ્કાર હિંદુ ધર્મ અપનાવી લીધો હતો.પરિવારના લોકોનું એમ પણ કહેવું છે કે તેમણે કોઇપણ જાતના દબાણ વગર પોતાની ઇચ્છાથી હિંદુ ધર્મ સ્વીકાર્યો છે.તેમણે એમ પણ જણાવ્યું કે તેમના પૂર્વજો હિન્દુ જ હતા અને દબાણ અને દમનના કારણે તેમને હિન્દુ ધર્મ અપનાવવો પડ્યો હતો પણ કેટલાય વર્ષોથી તેમના પરિવારમાં હિંદુ રિવાજ અનુસાર જ રહેણી કરણી કરતા હતા.


