મહુવા ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સુરત ગ્રામ્ય પોલીસ તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયુ હતું.આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ પોલીસ કર્મીઓની હાજરીમાં હર્ષ સંઘવીએ પોતાના સિગારેટના વ્યસનની વાત કરી હતી.તેઓએ એમ પણ જણાવ્યું કે, કેવી રીતે તેમને આ આદત લાગી હતી અને કેવી રીતે તેઓએ આ વ્યસનમાંથી મુક્તિ મેળવી.
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.સુરત જિલ્લા પોલીસ અને જિલ્લા શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે સતત એક પખવાડિયામાં સુધી વિદ્યાર્થીઓ દ્વારા પ્લે કાર્ડ,શોર્ટ મોવી,રંગોળી તેમજ સોસીયલ મીડિયા રિલ્સ ના માધ્યમથી જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી હતી.જેના ભાગરૂપે આજે જિલ્લા મહુવામાં આવેલ માલિબા કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.સુરત જિલ્લા પોલીસ તેમજ શિક્ષણ સમિતિ દ્વારા ડ્રગ્સ અવેરનેસ માટે વિવિધ કૃતિઓ રજુ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.ત્યારે વિદ્યાર્થીઓને સંબોધતા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના ભૂતકાળની કુટેવને રજૂ કરી હતી.
હર્ષ સંઘવીએ પોતાના વ્યસન વિશે જણાવ્યું હતું કે, હું નાની ઉમરમાં જ વ્યવસાય અર્થે વિદેશમાં જતો થઈ ગયો હતો.ત્યારે દેખાદેખીમાં હું પણ સિગરેટ પિતો થઈ ગયો હતો.હું સિગારેટ છોડવા માંગતો હતો,પણ સિગારેટ છોડતા છોડતા મને વર્ષો લાગી ગયા હતા.જ્યારે સિગરેટ છોડી ત્યારે લાગ્યું કે હું જીવન જીવ્યો.
ડ્રગ્સનું દુષણ ખૂબ મોટું દલદલ છે,જેમાંથી નીકળવું બહું અઘરું છું, ડ્રગ્સથી દુર રહેવાનો પ્રયાસ કરજો.તેવી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી હતી.તેમણે સંબોધનમાં કહ્યુ કે, યુવાનો સારી રીતે સ્વાસ્થ્ય સારી રીતે જીવે એ માટે સુરત જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રને રાજ્ય વતી અભિનંદન છે.એક એક બાળકોના મનમાં ડ્રગ્સ શુ છે એ થકી શું નુકશાન થઈ શકે વિવિધ કલાકૃતિ થકી મેસેજ આપ્યો છે.ગુજરાત પોલીસ બે દિશામાં કામ કરી રહી છે.ડ્રગ્સને રોકવાની લડાઈ હાથમાં લીધી છે.ગુજરાત પોલીસ વિવિધ કાર્યક્રમ થકી ડ્રગ્સનું દૂષણ રોકી રહી છે.ભારતમાં પાકિસ્તાન દ્વારા જે ડ્રગ્સ ઘુસાડવાનું કામ કરી રહ્યા હતા તેને ગુજરાત પોલીસ રોકી રહી છે.કુલ 785 લોકોને અત્યાર સુધી જેલ હવાલે કરાયા છે. 58 પાકિસ્તાનીઓને જેલ હવાલે કર્યા છે.આપણા દેશના યુવાનોને ભવિષ્યને બરાબર કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે,જેને નિષ્ફળ પોલીસે કર્યું છે.આ ઇન્ટરનેશનલ માફિયાઓ પકડવા ગુજરાત પોલીસ આમને સામને ગોળીબાર કરી આરોપી પકડ્યા છે.પોલીસ પોતાનો જીવ જોખમમાં મૂકી ડ્રગ્સ પકડે છે.ડ્રગ્સ એ આપણું ખુબજ મોટું સામાજિક દુષણ છે.સુરત રેન્જ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
હર્ષ સંઘવીએ વિદ્યાર્થીઓને સલાહ આપી કે, જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા દરરોજ વિચાર કરી તેનો અમલ કરજો.ડ્રગ્સ દૂર કરવા જેમણે પણ તેમના વિચાર રજૂ કર્યા છે તેમનો આભાર છે.