હળવદ તાલુકા ચારણ ગઢવી સમાજ ટ્રસ્ટ દ્વારા એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સર્વાનુમત્તે પ્રમુખ તરીકે જયરાજસિંહભાઈનું નામ નક્કી કરવામાં આવ્યું હતું ઉપરાંત અન્ય હોદ્દા પર ઉપપ્રમુખ,મેહુલભાઈ દાંતી તથા સંગઠન મંત્રી તરીકે હકાંભા અને ભુપત દાન રોહડીયા મેનેજીંગ ટ્રસ્ટી તરીકે નીમવામાં આવ્યા હતા.
આ ઉપરાંત 2 વર્ષ પછી મિટિંગ બોલાવી ફરી થી નવી નિમણુંક આપવા નું નક્કી કરેલ છે.અને તે બાબત નો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો. હવે આપણે સૌ એ સાથે મળી ને ખભે ખભો મિલાવીને કામ કરવાનું છે.આઇ શ્રી સોનલ માં નાં ભવ્ય મંદિર નિર્માણ માટે આપણા થી જે બને તે રીતે ભંડોળ ઊભું થાય એવા પ્રયત્નો કરવાના છે.તમામ સભ્યો ના 11000/સભ્ય ફી તરીકે નક્કી કરવામાં આવ્યા છે.જયરાસિંહ ગઢવી પ્રમુખની યાદીમાં જણાવાયું છે.


