અમદાવાદ : તા.16 જુન 2022,ગુરૂવાર : વૈશ્વિક કટોકટી અને ચીનમાં કોરોનાનો ઓછાયો ઓસરતા ફરી ક્રૂડની માંગ વધતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.સતત 10 વખતના વધારા બાદ 3 જૂનના રોજ ભાવમાં સામાન્ય ઘટાડો કર્યા બાદ આજે 16 જૂને એવિયેશન ટર્બાઈન ફ્યુલના ભાવમાં મસમોટા વધારો ઝીંકવામાં આવ્યો છે.ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરવામા આવેલ 16 ટકાના આજના વધારા સાથે ATF ના ભાવ નવા ઓલટાઇમ હાઈ પર પહોંચ્યા છે.દિલ્હીમાં ATFના ભાવ 16.3 ટકા વધીને 1.41 લાખ કરોડની વિક્રમ જનક સપાટીએ પહોંચ્યા છે.2022માં ATFની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે,જે છેલ્લા છ મહિનામાં ભાવ 91% વધ્યાં છે.