સુરતઃ અંદાજે 5000 કરોડ રૂપિયાના હવાલા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આરોપી મદનલાલ જૈન સામે મોટી કાર્યવાહી કરી છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ સુરતના કતારગામમાં આવેલી ત્રણ હજાર સ્કવેર ફૂટની જમીન જપ્ત કરાઇ છે, જેમાં 15 પ્લોટ પાડેલા હતા, મુંબઇ અને અમદાવાદ ઇડીએ આ કાર્યવાહી કરી છે, ઇડીએ અત્યાર સુધી આરોપીઓની કુલ 37 કરોડ રૂપિયાની પ્રોપર્ટી સિઝ કરી લીધી છે. મુંબઇથી હવાલા નેટવર્ક ચલાવનારા મદનલાલ જૈને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝનો સહારો લીધો હતો, આરોપીએ ઇન્ટરનેશલ માર્કેટમાં ડાયમંડના પેમેન્ટના નામે હવાલા કૌભાંડ ચલાવ્યું હતુ, જેમાં મદનલાલની ઇડીએ ધરપકડણ કરી હતી, બાદમાં તેની પાસેથી કરોડો રૂપિયાની વસૂલાત થઇ રહી છે, આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ મદનલાલ જૈન સામે કાર્યવાહી કરી રહી છે, મદનલાલ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સામે પણ ઇડીએ સકંજો કસ્યો છે, આરોપીઓએ હવાલાના પૈસાથી સુરત અને મુંબઇ જેવા શહેરોમાં કરોડો રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હતી.