નવી દિલ્હી : ચીની નાગરિક લી પેંગના મોબાઇલ ફોનમાંથી સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ મળી આવ્યો છે.આ ડ્રાફ્ટ HSBC બેંક લંડનનો છે.ચીની નાગરિક લી પેંગ પર આવકવેરા વિભાગે ગત મહિને દરોડા પાડ્યા હતા.આ દરોડામાં 1 હજાર કરોડનું હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે,આ વ્યક્તિનો સંબંધ ચીની દૂતાવાસના કેટલાક અધિકારીઓ સાથે પણ છે.સાથે જ આ શખ્સ પર બૌદ્ધ ગુરૂ દલાઇ લામાની જાસૂસી કરવાનો પણ આરોપ લાગ્યો છે.
ચીની નાગરિક લી પેંગ મામલે વધુ એક મોટો ખુલાસો થયો છે.આ ખુલાસો એવા સમયે જ્યારે આ શખ્સના મોબાઇલ ફોનથી ડિલીટ કરવામાં આવેલી જાણકારીને તપાસ એજન્સીઓએ રિકવર કરી. આ દરમિયાન તેના મોબાઇલ ફોનથી 500 મિલિયન ડોલર એટલે કે સાડા ત્રણ હજાર કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ પણ મળી આવ્યા છે. આ ડ્રાફટ HSBC બેંક લંડન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.ડ્રાફ્ટ હવાયંગ જિયોંગ નામના વ્યક્તિના નામનો હતો.ડ્રાફ્ટ 9 નવેમ્બર 2019ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો.
તપાસ એજન્સીઓ જાણવા માગે છે કે,સાડા ત્રણ હજાર રૂપિયાનો ડ્રાફ્ટ પેંગના મોબાઇલમાં કેમ હતો.આ પૈસા ભારત દ્વારા લંડન ગયા અથવા પૈસા ચીનના હવાલાથી ભારત થઇને લંડન મોકલવામાં આવ્યા.આ પૈસા કોઇ કામ માટેના હતા.તપાસ એજન્સીઓએ આ દસ્તાવેજો અને ડ્રાફ્ટને લઇને HSBC બેંક ઇન્ડિયા સાથે પણ વાતચીત કરી હતી.પરંતુ તે અંગે સ્પષ્ટ કોઇ જાણકારી આપવાથી નનૈયો ભણ્યો હતો.આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે,આ ડ્રાફ્ટ જે અધિકારીના હસ્તાક્ષર છે તે લંડનમાં જ તૈનાત છે.