– ચીની શકમંદ પાસે 40 જેટલા બેન્ક એકાઉન્ટ્સ હતા અને બંધન બેંક, ICICI બેંકના અધિકારીઓ તેની મદદ કરતા હતા
નવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2020, બુધવાર
ચીની નાગરિક દ્વારા ભારતમાં રહીને ચલાવવામાં આવતા હવાલા કારોબાર મામલે અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે.આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલી પુછપરછમાં લોઉ સાંગ ભારતમાં પોતાની ઓળખાણ બદલીને રહેતો હોવાનું સામે આવ્યું હતું.એટલું જ નહીં,તેણે મણિપુરની એક યુવતી સાથે લગ્ન પણ કરી લીધા છે.આવકવેરા વિભાગની ટીમે મંગળવારે દરોડો પાડીને આશરે 1,000 કરોડ રૂપિયાના હવાલા કારોબારનો ભાંડો ફોડ્યો હતો.
આવકવેરા વિભાગની તપાસમાં અત્યાર સુધીમાં આટલી વાતો સામે આવી…
– શકમંદ લોઉ સાંગ પોતાની ઓળખાણ બદલીને ભારતમાં રહેતો હતો. તે ચાર્લી પૈંગ બની ગયો હતો અને પોતાને ભારતીય નાગરિક ગણાવતો હતો. તેના પાસે ભારતનો નકલી પાસપોર્ટ અને આધાર કાર્ડ છે. તેણે મણિપુરની યુવતી સાથે લગ્ન કર્યા છે.
– લોઉ હવાલા દ્વારા દરરોજ 3 કરોડ રૂપિયા કાઢતો હતો જેમાં બંધન બેંક અને ICICI બેંકના અધિકારીઓ તેની મદદ કરતા હતા.આ ચીની શકમંદ પાસે આશરે 40 જેટલા બેંક એકાઉન્ટ્સ છે.
– આવકવેરા વિભાગે બેંક અધિકારીઓના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
– આ કૌભાંડ આશરે ત્રણેક વર્ષથી ચાલી રહ્યું હતું જેમાં બોગસ કંપનીઓ બનાવવામાં આવી હતી. કૌભાંડની કુલ કિંમત 1,000 કરોડનો આંકડો પાર કરી શકે છે.
– આરોપી વારંવાર પોતાનું સરનામુ બદલી દેતો હતો. પહેલા તે દિલ્હીના દ્વારકામાં રોકાયો હતો અને પછી ડીએલએફ વિસ્તારમાં.
– તેમાં માત્ર ચીની રૂપિયા જ નહીં પણ હોંગકોંગ, અમેરિકી ડોલરનું ઘપલું પણ કરવામાં આવી રહ્યું હતું.
હકીકતે ગુપ્તચર એજન્સીઓની જાણકારીના આધાર પર આવકવેરા વિભાગે દિલ્હી,ગાઝિયાબાદ અને ગુરૂગ્રામમાં ચીની નાગરિકોના 21 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા.આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં 300 કરોડ રૂપિયાની હવાલા લેવડ-દેવડની ભાળ મેળવી છે અને આ રકમ 1,000 કરોડ કરતા પણ વધી શકે છે.
એક તરફ ચીની સૈનિકો તેમના મેલી મુરાદો પાર પાડવા માટે LAC પર તનાવ પેદા કરી રહ્યાં છે.બીજી તરફ વેપારની આડમાં દિલ્હીમાં ચીની નાગરિકોના મોટા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. કૌભાંડ એટલું મોટું છે કે,તેની રકમ 1 હજાર કરોડને પાર જઈ શકે છે.આવક વેરા વિભાગે ચીની કંપનીઓ અને હવાલા નેટવર્કની સાંગગાંઠનો પર્દાફાશ કર્યો છે.
ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી બાતમીના આધારે ઈન્કમટેક્સ વિભાગે દિલ્હી,ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં ચીની નાગરિકોના 21 ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. અત્યાર સુધી આવકવેરા વિભાગને 300 કરોડ રૂપિયાની હવાલા લેવડદેવડની જાણ થઈ છે.જો કે આવકવેરા વિભાગના સુત્રો પ્રમાણે, આ રકમ 1 હજાર કરોડની પણ ઉપર જઈ શકે છે.
ચીની નાગરિકો પર દરોડાની જાણકારી CBDTએ એક પ્રેસ રિલીઝ કરીને આપી છે.જે મુજબ સર્ચ ઓપરેસનમાં ખુલાસો થયો છે કે,આ ચીની નાગરિકોએ નકલી કંપનીઓના નામે 40થી વધુ બેંક ખાતા ખોલ્યા હતા.એક ચોક્કસ સમયમર્યાદામાં આ ખાતાઓમાં 1000 કરોડ રૂપિયાથી વધુની ક્રેડિટ એન્ટ્રી કરવામાં આવી હતી.
આટલું જ નહીં ચીની કંપનીના સબ્સિડિયરી અને તેમા સંકળાયેલા લોકોએ ડમી કંપનીઓથી ભારતમાં રિટેઈલ શૉરુમ વ્યવસાય કરવા માટે 100 કરોડથી વધુ રકમની નકલી ચૂકવણી કરી.લેવડ-દેવડમાં હૉંગકોંગ અને અમેરિકન ડૉલરનો ઉપયોગ થયો હતો.
આ સમગ્ર પ્રકરણમાં એક ચીની નાગરિકને ઈન્કમટેક્સ વિભાગે અટકાયતમાં લીધો છે.જેની ઓળખ લુઓ સાંગ તરીકે થઈ છે. જે “ચાર્લી પૈંગ”ના નામે ભારતમાં રહેતો હતો અને તેની પાસે નકલી ભારતીય પાસપોર્ટ પણ મળ્યા છે.તપાસમાં સામે આવ્યું કે,તેણે નકલી પાસપોર્ટ મણિપુરથી બનાવડાવ્યા હતા.
ચીનના આ ચાર્લીએ કાલ્પનિક નામોથી ભારતમાં 8 થી 10 બેંક એકાઉન્ટ ખોલાવી રાખ્યા હતા.હવાલા ઓપરેશન માટે ચાર્લી અનેક કંપનીને રિપ્રેઝન્ટ કરી રહ્યો હતો.તેના હવાલા રેકેટ મામલે 2018માં પણ ધરપકડ કરવામાં આવી હતી. જો કે છૂટ્યા બાદ તેણે ફરીથી આજ ધંધામાં જંપલાવ્યું હતું.હવે આ મામલે આવકવેરા વિભાગ ઊંડાણ પૂર્વક તપાસ કરી રહ્યું છે. એવીમાં ચીની નાગરિકોની કરતતોથી અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે.

