દેશમાં કોરોના વાઈરસને કારણે મુંબઈ-મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત બન્યું છે.છેલ્લા ત્રણ માસથી ધંધા પાણી બંધ છે તેનાથી થાકી ફેડરેશન એસોસિએશન ઓફ મહારાષ્ટ્ર કે જેના અલગ અલગ 781 વ્યાપારી સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે તેને મુખ્યમંત્રી ઠાકરેને તેના દુકાનો-સર્વિસ સેન્ટરો ખોલવા દેવા માંગણી કરી છે.અંદાજે 20 લાખ જેટલા વેપારીઓ છેલ્લા 2 માસથી વધુ સમયથી શટર પાડીને બેઠા છે અને તેઓ કહે છે કે આટલી અભૂતપૂર્વ સ્થિતિ અગાઉ જોઇ નથી અને હવે અમે વધુ સહન કરી શકીએ તેમ નથી.


