લખનઉ, તા. ૧૫ : કર્ણાટક હાઈકોર્ટે હિજાબ પહેરીને સ્કૂલ-કોલેજોમાં જવા પર પ્રતિબંધ મૂકતો ચૂકાદો આપ્યો છે એ જ દિવસે ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે આઈઆઈટી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બુરખો પહેરી આવતી કેટલીક વિદ્યાર્થિનીઓ સામે વાંધો ઉઠાવી તેમના વિરોધ સૂત્રોચ્ચાર કર્યો હતો.આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભગવા શાલ પહેરી આવ્યા હતા.જોકે, થોડાક સમયમાં સ્થિતિ થાળે પડી ગઈ હતી.
અલીગઢમાં આઈઆઈટી કોલેજમાં બુરખો પહેરી આવતી વિદ્યાર્થિનીઓનો વિરોધ કરવા કેટલાક વિદ્યાર્થીઓ ભગવા અંગવસ્ત્ર પહેરી આવ્યા હતા.શિક્ષકોએ તેમને અંગવસ્ત્ર ઉતારવાની અપીલ કરતાં તેમણે બહારના તત્વોને કેમ્પસમાં બોલાવ્યા અને સૂત્રોચ્ચાર કર્યો હતો.કલાકો પછી પ્રિન્સિપાલની દરમિયાનગીરી પછી મામલો શાંત થયો હતો.કેટલાક વિદ્યાર્થીઓ કોર્સ સંબંધિત મશીનો પર પ્રેક્ટિકલ કરી રહ્યા હતા.તેમણે ભગવા અંગવસ્ત્ર પહેરી રાખ્યું હતું.શિક્ષકે તેમને અંગવસ્ત્ર ઉતારવાનું કહેતાં વિદ્યાર્થીઓએ ઈનકાર કરી દીધો હતો અને સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો.શિક્ષકોએ કહ્યું કે અંગવસ્ત્ર પહેરી મશીન પર કામ કરવાથી અકસ્માત થઈ શકે છે.અન્ય શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને ભગવા અંગવસ્ત્ર ઉતારવા કહ્યું હતું.જોકે,વિદ્યાર્થીઓએ દાવો કર્યો કે એક વિદ્યાર્થિની કોલેજમાં બુરખો પહેરીને આવી હોવાથી તેના વિરોધમાં અમે ભગવા વસ્ત્ર પહેર્યું છે.
હવે અલીગઢમાં હિજાબ પર હોબાળો : આઈઆઈટીમાં બુરખાનો વિરોધ
Leave a Comment