– વેજ બિલ અને મજૂરી કાયદાના સુધારા અંગેના મુસદ્દામાં મહત્વનો ઉલ્લેખ
કેન્દ્ર સરકાર દ્રારા પાછલા વર્ષે સંસદમાં વેજ બિલ પસાર કરવામાં આવ્યા બાદ પીએફ ના નિયમોમાં ફેરફારની જાહેરાત થઈ ચૂકી છે અને આ અંગે કરવામાં આવેલા મુસદ્દામાં કેટલીક નવી જોગવાઇઓ છે અને એ જ રીતે મજૂરી કાયદા અંગે પણ નવા સુધારા આવી રહ્યા છે અને તેનો મુસદ્દો પણ તૈયાર થઈ ગયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નવા ડ્રાટ કાયદા મુજબ ઓફિસમાં કામકાજના કલાકો વધારીને મોદી સરકાર ૧૨ કલાક કરી દેશે અને આ માટેનો પ્રસ્તાવ રજૂ થઇ ગયો છે અને તેના પર ગંભીરતાથી ચર્ચા પણ થઈ રહી છે.કેટલાક નવા નિયમો નો તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.નવા નિયમ મુજબ ૧૫થી ૩૦ મિનિટ વચ્ચેના વધારાના કામકાજને પણ ૩૦ મિનિટ ગણીને ઓવરટાઈમમાં સામેલ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.વર્તમાનમાં ૩૦ મિનિટથી ઓછા સમયને ઓવરટાઈમ યોગ્ય માનવામાં આવતો નથી.સાથોસાથ મુસદ્દામાં એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે કે કોઇપણ કર્મચારી પાસે પાંચ કલાક સુધી સતત કામ કરાવી શકાશે નહીં અને આ પદ્ધતિને પ્રતિબંધિત કરવામાં આવી છે.કર્મચારીઓને દર પાંચ કલાક બાદ અડધો કલાક નો વિશ્રામ આપવા ની ખાસ સુચના પણ તેમાં સામેલ રાખવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે ઓફિસના અવર ૧૨ કલાકના કરી દેવાની તૈયારી ચાલી રહી છે અને મોદી સરકાર આ બારામાં રસ્તાઓ પર ગંભીર વિચાર કરીને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરે તેવી પૂરેપૂરી શકયતા છે તેમની સરકારના અંતરગં વર્તુળો દ્રારા જાહેર કરવામાં આવ્યું છે.

