કીવ, તા. 26. ફેબ્રુઆરી 2022 શનિવાર : યુક્રેનની રાજધાની કીવ પર કબ્જા માટે સંગ્રામ ચાલી રહ્યો છે.
રશિયા અને યુક્રેનની સેના વચ્ચે ભારે ફાયરિંગ થઈ રહ્યુ છે.જોકે રશિયાની સેનાએ હવે કીવના નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાનુ શરુ કર્યુ છે.
આ પહેલા રશિયાએ કહ્યુ હતુ કે,અમે માત્ર યુક્રેનના મિલિટરી વિસ્તારોને જ ટાર્ગેટ કરી રહ્યા છે.જોકે રશિયાની આ વાત ખોટી સાબિત થતી નજરે પડી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં રશિયન મિસાઈલના કારણે એક બહુમાળી રહેણાંક ઈમારત તબાહ થયેલી નજરે પડી રહી છે.
અન્ય એક વિડિયોમાં એક ફ્લેટનો ડ્રોઈંગરુમ નજરે પડે છે અને ગણતરીની પળોમાં એક મિસાઈલ આ ફ્લેટની બારી સાથે ટકરાય છે અને ફ્લેટ ધુમાડા અને આગમાં ફેરવાઈ જાય છે.આ વિડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.
કીવમાં ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.બોમ્બમારા અને મિસાઈલના કારણે નુકસાન પામેલી ઈમારતોનો કાટમાળ રસ્તાઓ પર પથરાયેલો જોવા મળી રહ્યો છે.


