હવે ગુજરાતમાં આપ લડશે લોકસભાની 26 સીટ પર ચૂંટણી : 5 ધારાસભ્યને વિશેષ જવાબદારી સોંપાઈ

HM News
5 Min Read

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 5 વિધાનસભા સીટ પર વિજેતા બની છે.આમ આદમી પાર્ટી 13 ટકા જેટલો વોટ મેળવ્યા છે.વિધાનસભા ચૂંટણીમાં કુલ 45 લાખ જેટલા મત આમ આદમી પાર્ટીના ઉમેદવારોને મળ્યા હતા.આ ઉપરાંત 40 જેટલી વિધાનસભા સીટ પર આમ આદમી પાર્ટી મત મેળવવામાં બીજા ક્રમે રહી હતી.ગુજરાત વિધાનસભાના પરિણામ જોઈને હવે આપ લોકસભાની 26 સીટ પર ચૂંટણી લડવાની તૈયારીમાં લાગી છે.

લોકસભાની 26 સીટ પર આપ ચૂંટણી લડશે

દિલ્હી ખાતે આપના વિધાયકોની મળેલી બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી બાબતે ચર્ચા થઈ હતી.ગુજરાતમાં આપ 26 સીટ પર ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે.આ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું કે, લોકોએ આપ પર ભરોસો મૂકીને મત આપ્યા હતા અને 5 ઉમેદવારને જીતડયા છે.પ્રથમ વિધાનસભા ચૂંટણીના પર્ફોમામ્સ જોઈને આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરવાનું હાઈ કમાન્ડ દ્વારા કહેવામાં આવ્યું છે.આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તમામ બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તે માટેની ચર્ચા હાઈ કમાન્ડ સાથે થઈ છે.ગુજરાતમાં આપને વિધાનસભા ચૂંટણીમાં 13 ટકા જેટલા મત મળ્યા છે.આ મતને કેવી રીતે વધારવા તે માટે હવે કામ કરવામાં આવશે.

આપના સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા,જોઈન્ટ સેક્રેટરી ઇસુદાન ગઢવી જેવા સિનિયર નેતાની હાર થઈ છે.જો કે, પાર્ટી હવે સંગઠન મજબૂત કરવા માટેની વ્યુરચના તૈયારી કરી છે.આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે અરવિંદ કેજરીવાલ ચૂંટાયેલા 5 ધારાસભ્ય અને ગુજરાતના સિનિયર નેતાઓના મંતવ્ય માગ્યા હતા.તમામે પોતાના મંતવ્ય આપ્યા હતા.ગુજરાતમાં આપ સંગઠન મજબૂત કરવા માટે મેં મારા મંતવ્ય પ્રમાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઝોન વાઇસ મહામંત્રી કે ઉપ પ્રમુખને નિમણૂક કરવામાં આવે.ઝોન વાઇઝ જવાબદારી સોંપવામાં આવશે તો સંગઠન વધારે મજબૂત થશે.જો કે, બેઠકમાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલીયા કે ઇસુદાન ગઢવીને કઈ ભૂમિકા આપવી તે બાબતે કોઈ ચર્ચા થઈ ન હતી.

આપના ધારાસભ્યને વિશેષ તાલીમ આપવામાં આવી

આમ આદમી પાર્ટીના 5 ચૂંટાયેલા ધારાસભ્યએ કેવી રીતે કામ કરવું તે બાબતે તાલીમ આપવામાં આવી હતી. 5 ધારાસભ્ય 3 દિવસ જેટલો સમય દિલ્હીમાં રહ્યા હતા.આ સમય દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવત માન તેમને ધારાસભ્ય કેવી રીતે કામ કરવું તેની તાલીમ અને માર્ગદર્શન આપ્યું હતું.આ ઉપરાંત પંજાબ અને દિલ્હીના ચૂંટયેલા ધારાસભ્ય કેવી રીતે કામ કરે છે તેની માહિતી પણ આપવામાં આવી હતી.ગુજરાતમાં કયા કયા મુદ્દાને લઈને લોકો સમક્ષ જવાનું છે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા,પાણી,આરોગ્ય,શિક્ષણ,રોજગાર જેવા મુદ્દાને વળગીને ધારાસભ્યને કામ કરવાનું કહેવામાં આવ્યું છે.

જ્યાં વધુ મહેનત કરી ત્યાં એક પણ સીટ જીત્યા નહીં

વિધાનસભાના પરિણામો વિશે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, પાર્ટીએ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સૂરત કેટલીક સીટો પર વધારે પ્રચાર પ્રસાર કર્યો.પાર્ટીને સુરતમાંથી વધારે અપેક્ષા હતી પરંતુ સુરતમાં એક પણ સીટ જીતી ન શક્યા.જો કે, પાર્ટીએ આદિવાસી 44 સીટ પર ધ્યાન આપ્યું હોટ તો આમ આદમી પાર્ટીના પરિણામ બદલાઈ શક્યા હોત.પાર્ટીએ આદિવાસી સીટ પર ખાસ ધ્યાન ન આપ્યુ જેથી કેટલીક સીટો જીતી શકીએ તેમ હતી તે સીટો હારવી પડી હતી.

ગુજરાતની જવાબદારી 5 ધારાસભ્યને સોંપી

દિલ્હીમાં મળેલી બેઠકમાં ગુજરાતમાં આપના 5 ધારાભ્યને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.લોકોના પ્રશ્નો બાબતે સરકાર સામે રજુઆત કે લડત કેવી રીતે આપવી તે ધારાસભ્ય નક્કી કરશે. અંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મને આધિવાસી વિસ્તારની 44 વિધાનસભા સીટની જવાબદારી સોંપવામાં આવી છે.તેવી જ રીતે અન્ય ધારાસભ્યને પણ વિસ્તાર પ્રમાણે વિધાનસભા સીટની જવાબદારી સોંપવામાં આવી છે.વિસ્તાર પ્રમાણે ધારાસભ્ય લોકોના પ્રશ્નો બાબતે લડત આપશે.આ ઉપરાંત તમામ ધારાસભ્યને ગામડે ગામડે પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી છે.સાથે સાથે સંગઠન કેવી રીતે વિસ્તારી શકાય તે બાબતે પણ કામ કરવાની સૂચના આપવામાં આવી છે.

ધારાસભ્ય લોભ લાલચમાં આવી પક્ષ ન છોડે

અરવિંદ કેજરીવાલ 5 ધારાસભ્ય સાથે 2 કલાક કરતા વધુ સમય બેઠક કરી હતી.આ બેઠકના વિસવાદરના ધારાસભ્ય ભુપત ભાયાની બાબતે ચર્ચા થઈ હતી.અરવિંદ કેજરીવાલ તમામ ધારાસભ્યને પક્ષ ન છોડવા બાબતે ચર્ચા કરી હતી.આ ઉપરાંત કોઈ પણ પ્રકારના લાભ કે લાલચમાં ધારાસભ્ય ન આવવું તેવી સૂચના આપી હતી.જે હેતુથી આપમાં જોડાયા તે હેતુથી ધારાસભ્ય કામ કરવાનું રહેશે તેવી સૂચના પણ અરવિંદ કેજરીવાલ આપી હતી.આ ઉપરાંત ધારાસભ્યને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી કેજરીવાલે આપી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *