– ભારતમાં ઇલેકટ્રોનિક રમકડાંનું ઉત્પાદન સૌથી મોટો પડકાર, કુશળતા અને ક્ષમતાનો અભાવ
ભારતમાં ચીની એપ્સને મોટો ફટકો આપી કેન્દ્ર સરકાર હવે ભારતમાં તેની રમકડા ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો આપી શકે છે.સરકાર હવે ચાઇનીઝ રમકડાની ભારતમાં આયાત પર સંકજો કસી રહી છે.માનવામાં આવી રહ્યુ છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ચીનને આશરે ૨૦૦૦ કરોડ પિયાનો વેપાર પ્રભાવિત થશે.દેશમાં આયાત કરવામાં આવતા રમકડાંમાંથી ૮૦ ટકા રમકડાં ચીનથી આવે છે જેની કિંમત ૨૦૦૦ કરોડ રૂપિયા છે.
ભારતમાં આવતા ચાઇનીઝ રમકડાંની કવોલિટી તકલાદી હોય છે અને એક તપાસમાં ખુલાસો થયો હતો કે ચાઇનીઝ રમકડાં બાળકો માટે સુરક્ષિત પણ નથી.ચીનથી ભારતમાં પ્લાસ્ટિકના રમકડાં સૌથી વધુ આયાત કરવામાં આવે છે.જે બાળકો માટે ખતરનાક સાબિત થઇ રહ્યા છે.આ સિવાય ચાઇનીઝ રમકડાંમાં વપરાતો રગં પણ છેલ્લી કવોલિટીનો હોવાનું પૂરવાર થયુ છે.તેમાં નુકસાનકારી કેમિકલ્સનો ઉપયોગ પણ સાબિત થયો છે,ખાસ બાબત એ છે કે ભારત આવતા ચાઇનીઝ રમકડાં પર તે કયાં બન્યા છે કે લખવામાં આવતુ નથી.
મોદી સરકાર આત્મનિર્ભરના સૂત્ર સાથે દેશમાં ચાઇનીઝ રમકડાંને બદલે ટેરાકોટા,લાકડા અને માટીમાંથી બનેવા પારંપરિક રમકડાંના ઉત્પાદન પર જોર આપી રહી છે.મોદી સરકાર મુજબ દેશી રમકડાંના ઉત્પાદન પર જોર આપવાથી દેશમાં રોજગાર વધશે અને લોકો પોતાની સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાશે.આ માટે તેમણે રમકડાં ઉત્પાદન કર્તાઓ સાથે બેઠક કરી હતી.જોકે હાલના સમયમાં બેટરી અને રિમોટવાળા મોંઘા રમકડાં ભારતમાં ઉત્પાદન કરવા એક પડકાર સમાન ગણી શકાય એમ છે.
બીજી તરફ ટોય એસોસિએશન ઓફ ઇન્ડિયા વધારે પડતા પ્રતિબંધોના વિરોધમાં છે.ભારતમાં રમકડાં ઉત્પાદનની ૩૦૦૦૦ યુનિટ છે,જેમનુ વાર્ષિક ટર્નઓવર ૭૦૦૦ કરોડ પિયા છે,


