By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ, ગુજરાતમાં દારૂની પરમિટ માંગનારાઓની સંખ્યા વધી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > હવે છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ, ગુજરાતમાં દારૂની પરમિટ માંગનારાઓની સંખ્યા વધી
AhmedabadGeneral

હવે છુપાઈ છુપાઈને નથી પીવો દારૂ, ગુજરાતમાં દારૂની પરમિટ માંગનારાઓની સંખ્યા વધી

HM News
Last updated: 22/06/2021 10:41 AM
HM News
4 years ago
Share
SHARE

– પરમિશન આપવાની કામગીરી શરૂ થયા બાદ આ વર્ષે જૂન મહિના સુધીમા 723 લોકોએ નવી અને 1 હજારથી વધુ પરમિટ રિન્યુ કરાવી
– પરમિટ કરાવવા માટે અમદાવાદમાં એજન્ટ પણ હોય છે. જેઓ પરમિટ કઢાવવાના બહાને લોકો પાસેથી 40 થી 50 હજાર રૂપિયા પડાવે છે

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે.દારૂનો જથ્થો પકડાવાથી લઈને,દારૂની મહેફિલો પર દરોડાથી લઈને અનેક પુરાવા રોજબરોજ મળતા હોય છે.અને હવે તો દારૂ પીવાની પરમિશન માંગનારાઓમાં પણ વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને કોરોનાકાળમાં.કોરોનાકાળમાં દારૂની પરમિટ માટે પરમિશન માંગનારાઓની સંખ્યા વધી રહી છે.જે બતાવે છે કે ગુજરાતના દારૂના શોખીનોની સંખ્યા વધી રહી છે.

ગુજરાતમાં દારૂના શોખીનો વધ્યા

એક આંકડા મુજબ,છેલ્લા ચાર વર્ષમાં દારૂની પરમિટ લેનારાઓની સંખ્યા વધી,તેમાં પણ કોરોનાકાળમાં દારૂની પરમિટ માંગનારીઓની પણ સંખ્યા વધી છે.કોરોનાને કારણે ગુજરાતમાં પરમિટ આપવાની કામગીરી થોડો સમય માટે બંધ હતી.પરંતુ પરમિશન આપવાની કામગીરી શરૂ થયા બાદ આ વર્ષે જૂન મહિના સુધીમા 723 લોકોએ નવી અને 1 હજારથી વધુ પરમિટ રિન્યુ કરાવી છે.

પરમિટ માંગનારાઓની સંખ્યા વધી રહી છે

તો બીજી તરફ, 2018 થી પરમિટ માંગનારાઓની સંખ્યા વધી રહી છે. 2018 ના વર્ષે 3108 નવી પરમિટ અપાઈ હતી,તો 5701 પરમિટ રિન્યૂ કરાઈ હતી. 2019 માં 580 નવી પરમિટ અપાઈ હતી અને 2285 રિન્યુ કરાઈ હતી.તેના બાદ વર્ષ 2020 માં 1600 પરમિટ નવી અપાઈ હતી અને 1663 પરમિટ રિન્યુ કરાઈ હતી. 2021 માં અત્યાર સુધી 723 નવી પરમિટ અપાઈ છે, અને 1003 પરમિટ રિન્યુ કરાઈ છે.

આ આંકડા બતાવે છે કે ગુજરાતમાં પરમિટ માંગનારોની સંખ્યા વધી રહી છે.પરમિટ કરાવવા માટે અમદાવાદમાં એજન્ટ પણ હોય છે.જેઓ પરમિટ કઢાવવાના બહાને લોકો પાસેથી 40 થી 50 હજાર રૂપિયા પડાવે છે.

ઉલ્લેખનીય છે કે, સરકારના નિયમ અનુસાર, નશાબંધી વિભાગ દ્વારા તબીબી અભિપ્રાયના આધારે જરૂરિયાતમંદ કથિત દર્દીઓને દારૂ માટે હેલ્થ પરમીટ આપવામાં આવતી હોય છે.જે અરજદારોની નોંધણી નશાબંધી વિભાગમાં કરવામાં આવે છે.જેના પરવાનેદાર લોકો નિયત થયેલાં યુનિટ સરકાર માન્ય લીકર શોપ પરથી મેળવતાં હોય છે.લોકો સ્વાસ્થ્યનું કારણ ધરીને દારૂની પરમિટ માંગતા હોય છે.

સાઈબર સુરક્ષા નીતિ : 1000 દિવસોમાં તમામ ગ્રામ પંચાયતો આઈટી નેટવર્કમાં જોડાશે
અમેરીકા પાસે એવા પરમાણુ હથિયારો છે જેનાથી હજી પણ દુનિયા અજાણ છે : ટ્રમ્પ
કડોદરા :મહિલા નગરસેવિકાના ભાઈને કડોદરામાં કોરોનાનો પોઝિટિવ કેશ હોવાની ટીલિફોનિક ચર્ચા કરવાનું ભાડે પડ્યું
ધો-10 નું સુરતનું સૌથીવધુ 75.64 ટકા પરિણામ, એ-1 ગ્રેડમાં 2532 વિદ્યાર્થી
મુંબઇ સહિત રાજ્યની 14 મહાપાલિકાની ચૂંટણી જુલાઇથી ઓક્ટોબર વચ્ચે યોજાવાની શક્યતા
Share This Article
Facebook Email Print
Previous Article સુરતનું કપલ એક બીજાને વરમાળા પહેરાવે તે પહેલા પોલીસે પહેરાવી હથકડી કારણ કે…
Next Article લોકડાઉન તોડવાની વિચિત્ર સજા, પોલીસે બાળકોનુ નગ્ન હાલતમાં સરઘસ કાઢ્યુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up