અમદાવાદ : રાજ્ય સરકારે જમીન કે મકાનના દાવાઓની નોંધણી અગાઉ 7/12માં થતી હતી તે પ્રથા બંધ કરી દીધી છે.સરકારે તાજેતરમાં પરિપત્ર કરી લીઝ પેન્ડન્સીનો નોંધ રેવન્યૂ ખાતામાં નહીં કરવા જણાવ્યું છે.જો જ્યુડિશિયલ કોર્ટનો આદેશ હોય તો જ નોંધ કરવામાં આવશે તેમ સ્પષ્ટ જણાવ્યું છે.આ નવા નિર્ણયથી કેટલાક ફાયદા છે તો કેટલાક નુકસાન પણ થશે એમ નિષ્ણાતોએ જણાવ્યું છે.જમીન તથા મકાનોમાં ભાગીદારી તથા વસિયતના વિવાદો વધુ હોય છે અને તેમાં દાવાઓ લાંબા સમય સુધી ચાલતા હોય છે.જેના કારણે આવી જગ્યાઓ ઝડપી વેચાણ થતી નથી.એડવોકેટના જણાવ્યા પ્રમાણે સટી સિવિલ કોર્ટમાં સંખ્યાબંધ કેસો પેન્ડિંગ પડ્યા છે.કેટલીક વાર આવી વિવાદીત જગ્યા સસ્તામાં બિલ્ડરો ખરીદી લેતા હોય છે અને ત્યારબાદ મોટી સ્કીમો બનાવી કરોડો રૂપિયા કમાઇ લેતા હોય છે.રાજ્યમાં એક આખી લોબી છે જે માત્ર ને માત્ર વિવાદીત જમીન કે મકાનો ખરીદતી હોય છે.એમાં મોટા બિલ્ડરો,રાજકારણીઓ તથા પોલીસ અધિકારીઓ પણ સામેલ હોય છે.આ લોકો જમીનના દલાલો મારફતે ખૂબ જ નજીવી કિંમતે રોકી આખી જમીન પડાવી લેતા હોવાના કસ્સાઓ સરકારના ધ્યાનમાં આવ્યા હતા.
રેવન્યૂ અધિકારીના જણાવ્યા પ્રમાણે સંયુક્ત કુટુંબની માલિકીની જગ્યાઓ,વારસાઈની જગ્યાઓ તથા જમીન માલિકે બાનાખત કરી હોય તેવી જમીનો,માલિકની જૂની વારસાઈમાં નવા આવેલા સંબંધીઓ વગેરે પ્રકારની જમીનોમાં કેસો સીટી સિવિલ કોર્ટમાં ચાલતા હોય છે અને આવા કેસોની નોંધ 7/12માં કરી દેવામાં આવતી હોય છે જેના કારણે કોઈ ખરીદનાર મળે નહીં અને આવી વિવાદીત જગ્યા જેમ છે તેમ વર્ષો સુધી પડી રહેતા હોય છે કેટલાક કિસ્સામાં તો દાવાઓના કારણે મહેસૂલ ન ભરાયું હોય તો સરકાર પણ દાખલ થઈ ગઈ હોય છે તેના અપીલ અલગથી ચાલતી હોય છે.રાજ્ય સરકારે આવા દાવાઓના અભ્યાસ બાદ એક નવો પરિપત્ર તાજેતરમાં કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે ગુજરાત લેન્ડ રેવન્યૂ કોડ 1879માં લીઝ પેન્ડન્સી(જમીન કે મકાનના દાવાઓ)ની નોંધ રેવન્યૂ રેકર્ડમાં કરવાની જોગવાઈ નથી તેમ છતા લીઝ પેન્ડન્સીની નોંધ રેવન્યૂ રેકર્ડ(7/12)માં પાડવાની બાબત સરકારના ધ્યાનમાં આવી છે માટે સરકાર દ્વારા હવેથી લીઝ પેન્ડન્સીની નોંધ રેવન્યૂ રેકર્ડમાં કરવાની જોગવાઈ નથી માત્ર જ્યુડિશિયલ કોર્ટના હુકમ સિવાય કોઈ એ રેવન્યૂ રેકર્ડમાં નોંધ કરવાની રહેશે નહીં.
ઉપરોક્ત નિર્ણયથી હવેથી આવા જમીન કે મકાનના દાવાઓની નોંધ 7/12માં થશે નહીં અને કેટલીક જમીન ટાઈટલ ક્લીયર કરાવ્યા વગર ખરીદશે.તેમને ઘણી કાયદાકીય આંટીઘૂટીમાંથી પસાર થવુ પડશે. સરકારે 7/12ના રેકર્ડમાં નોંધ નહીં કરાવવા આદેશ કર્યો છે જેના કારણે ઘણા જમીન તથા મકાન ખરીદનારાઓ છેતરાશે તેમ નવાઈ નથી.સરકાર તરફથી એવી દલીલ છે કે ટાઈટલ ક્લિયરન્સ માટેનું એક પગથિયું ઘટાડી દીધું છે.સબ રજિસ્ટ્રર કચેરીમાં તેની નોંધ ઓટોમેટિક થઈ જશે એટલે દસ્તાવેજ થઈ શકશે નહીં.


