હવે પાકે. એ પણ કબૂલ્યું કે દાઉદ ઇબ્રાહિમ પાસે 14 પાસપોર્ટ છે

HM News
2 Min Read

ઇસ્લામાબાદ તા. ર4: પોતાને ત્યાં અન્ડર વર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ ના હોવાની વર્ષો વાતો કરતા પાકિસ્તાને તાજેતરમાં કબુલાત કરી હતી કે દાઉદ પાકિસ્તાનમાં છે. એ પછી યુ ટર્ન પણ માર્યો હતો.પણ એ હકીકત છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના દેશમાં મોજુદ આતંકિયો પર કાર્યવાહી કરવા એક યાદી બનાવી છે જેમાં દાઉદનું નામ પણ છે.આ નામની સાથે દાઉદના 14 અલગ અલગ પાસપોર્ટ અને તેના રહેવાના ઠેકાણાઓનો પણ ઘટસ્ફોટ થયો છે.

ઉલ્લેખનીય છે કે દાઉદ 1993માં બોમ્બ ધડાકા બાદ પાકિસ્તાન ભાગી ગયો હતો.આ ધમાકાઓમાં રપ7 લોકોના મોત થયા હતા.સ જયારે 1400થી વધુ લોકો ઘાયલ થયા હતા.પાકે યાદીમાં દાઉદને સામેલ કરતા છેલ્લા 27 વર્ષથી દાઉદ પાકિસ્તાનમાં નથી એવુ કહેનાર પાક.ની પોલ ખુલી ગઇ છે.પાકે.બનાવેલી યાદી મુજબ દાઉદની પાસે 14 પાસપોર્ટ છે. જેમાં 8 ભારતીય છે. 8 માંથી 7 મુંબઇથી ઇસ્યુ કરાયા છે.અને એક જેદાહના ભારતીય દુતાવાસ છે.આ સિવાય એક પાસપોર્ટ દુબઇથી ઇસ્યુ થયો છે.આ સિવાય અન્ય એક પાસપોર્ટ પણ છે.

દાઉદના પાકિસ્તાનના કરાંચી શહેરમાં ત્રણ ઠેકાણા બતાવાયા છે.જેમાં પ્રથમ સ વ્હાઇટ હાઉસ, સાઉદી મસ્જિદ પાસે, બીજુ હાઉસ નં. 37, 30 સ્ટ્રીટ, ડિફેન્સ હાઉસ,ઓથોરિટીમાં અને ત્રીજુ પટિયાલા બંગલો નૂર બાદ હિલ એરિયા,કરાંચી સ્થિત છે.સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે દાઉદનો મામલો ઉઠાવ્યો હતોે.

અન્ડર વર્લ્ડ ડોન દાઉદના પાસપોર્ટના નંબરનું લિસ્ટ

*30 જુલાઇ, 1975 ના રોજ મુંબઇથી ઇસ્યુ પાસપોર્ટ નં.-560098
*13 નવેમ્બર 1978 ના રોજ મુંબઇથી ઇસ્યુ પાસપોર્ટ નં. એમ. 110522
*30 જુલાઇ 1979 ના રોજ મુંબઇથી ઇસ્યુ પાસપોર્ટ નં. પી. 537849
*26 નવેમ્બર 1981 ના રોજ મુંબઇથી ઇસ્યુ પાસપોર્ટ નં. આર. 841697
*3 ઓકટોબર 1983 ના રોજ મુંબઇથી ઇસ્યુ પાસપોર્ટ વી. 57865
*4 જુન 1985ના રોજ મુંબઇથી ઇસ્યુ પાસપોર્ટ નં. એ-333602
*26 જુલાઇ 1985 ના રોજ મુંબઇથી ઇસ્યુ પાસપોર્ટ એ-501801
*18 ઓગસ્ટ 1985 ના રોજ દુબઇથી ઇસ્યુ પાસપોર્ટ નં. એ-717288
*2 નવેમ્બર 1989 ના રોજ જેદાહમાં ભારતીય દૂતાવાસે ઇસ્યુ કરેલ પાસપોર્ટ એફ-823692
*રાવલપિંડીથી ઇસ્યુ થ12 ઓગસ્ટ 1991ના રોજયેલ પાસપોર્ટ જી-866537

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *