રાજકોટ, તા. 18 એપ્રિલ 2023, મંગળવાર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપમાં સતત રાજકીય ફેરફાર થઈ રહ્યા છે.આ દરમિયાન રાજકોટ ભાજપમાં હવે રાજકરાણમાં રાજીનામાંની શરૂઆત થઈ ચૂકી છે.જેમાં પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ એકસાથે રાજીનામા આપ્યા છે.જેના કારણે રાજકોટના સ્થાનિક ભાજપ રાજકરણમાં મોટો ભૂકંપ આવ્યો છે.એક સાથે તમામ સભ્યોએ રાજીનામું આપી દીધા છે.ગઈકાલે પ્રદેશ પ્રમુખ સી આર પાટિલને તમામ આગેવાનો મળ્યા બાદ આજે રાજીનામાં આપી દીધા છે.
શિક્ષણ સમિતિ શહેર ભાજપ પ્રમુખોને કમલમનું તેડું આવ્યું હતું.ગઇકાલે એટલે કે સોમવારે જ પ્રદેશ પ્રમુખે સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી.અને આજે રાજીનામાં પડ્યા છે.જોકે રાજીનામાં અંગે રાજકોટ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું કે, પાર્ટીએ સમજી વિચારીને નિર્ણય કર્યો છે.તેમજ પાર્ટીના આદેશ બાદ નવી કમિટિ બનાવવામાં આવશે.જેના માટે કોઈ પણ પ્રકારનો જૂથવાદ નથી.
મને પાર્ટીએ કહ્યું છે અને મે તેના આદેશને ફોલો કર્યો : કમલેશ મીરાણી
અમારા માટે બધા જ કાર્યકર્તાઓ મહત્વના છે અને તેના માટે નિર્ણય લેવામાં આવ્યો છે.ભાજપ કાર્યકર્તા આધારિત પાર્ટી છે.કોઈ પદ માટે કામ કરતું નથી.કાલે રૂટિગ બેઠક હતી અને પાર્ટીએ નિર્ણય કર્યો છે.કોઈ ફરિયાદ નથી.અન્ય કોઈ જવાબદારી આપવાની હોય શકે છે.મને પાર્ટીએ કહ્યું છે અને મે તેના આદેશને ફોલો કર્યો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપમાં સતત ફેરફાર કરવામાં આવી રહ્યા છે.ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમ ટાઉનમાં પાટીલે ફેરફાર કર્યા છે.ત્યારે કોઈ મોટી જવાબદારી આપવાની વાત કરવામાં આવી રહ્યા છે.ત્યારે બીજી તરફ આંતરિક વિખવાદ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.જોકે જ્યાં સુધી ભાજપ નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી અંદાજો લગાવવો જ રહ્યો.
નગર શિક્ષણ સમિતિના રાજીનામાં
– રાજીનામા અતુલ પંડિત – ચેરમેન
– સંગીતાબેન છાયા – વાઇસ ચેરમેન
– કિશોર પરમાર – સભ્ય
– વિજય ટોળીયા – સભ્ય
– રવિ ગોહેલ – સભ્ય
– કિરીટ ગોહેલ – સભ્ય
– તેજસ ત્રિવેદી – સભ્ય
– જે ડી ભાખડ – સભ્ય
– શરદ તલસાણીયા – સભ્ય
– અશ્વિન દુઘરેજીયા – સભ્ય
– ધર્ય પારેખ – સભ્ય
– ફારૂખ બાવાણી – સભ્ય
– પીનાબેન કોટક – સભ્ય
– જાગૃતિબેન ભાણવડિયા – સભ્ય
– મેઘાવી સિંધવ – સભ્ય