દુનિયામાં એકપણ ધંધો નહીં હોય કે જે બાબા રામદેવ કરવા માંગતા નહીં હોય અને તેમાં હવે કોરોનાની વેકિસનમાં તેઓએ ઝંપલાવ્યું છે.પતંજલિ ગ્રુપ દ્વારા કોરોનાના આયુર્વેદ ઇલાજ માટે હવે વેકિસન તૈયાર કરવાની તૈયારીમાં છે અને પતંજલિના જણાવ્યા મુજબ તેની ક્લીનીકલ ટ્રાયલ શરુ કરી દીધી છે અને તેઓએ માણસ ઉપર પર આ ટ્રાયલ શરુ કરી છે.પતંજલિના મેનેજીંગ ડીરેક્ટર આચાર્ય બાલક્રિષ્ને જણાવ્યું હતું કે અમે ઇમ્યુનિટીની વાત નથી કરતા પરંતુ ઇલાજની વાત કરીએછીએ.ઇન્દોર અને જયપુરમાં સરકારની મંજૂરી બાદ આ પ્રયોગ શરુ કરાયો છે અને અમને આશા છે કે તેમાં સફળતા મળશે તો ટૂંક સમયમાં અમે કોરોનાનો ઇલાજ બજારમાં મૂકશું.