By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે ભક્તો જમ્મુમાં પણ તિરુપતિ બાલાજીના દર્શન કરી શક્શે, આજે પહેલીવાર કપાટ ખુલશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હવે ભક્તો જમ્મુમાં પણ તિરુપતિ બાલાજીના દર્શન કરી શક્શે, આજે પહેલીવાર કપાટ ખુલશે
GeneralNational

હવે ભક્તો જમ્મુમાં પણ તિરુપતિ બાલાજીના દર્શન કરી શક્શે, આજે પહેલીવાર કપાટ ખુલશે

HM News
Last updated: 08/06/2023 7:29 AM
HM News
2 years ago
Share
SHARE

– સિદ્ધદાના માજીન ગામમાં 62 એકર જમીનમાં 32 કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ
– મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની આઠ અને છ ફૂટની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી

જમ્મુ શહેરમાં બનેલા રાજ્યના પ્રથમ તિરુપતિ બાલાજી મંદિરના કપાટ આજથી ભક્તો માટે લેફ્ટનન્ટ ગવર્નરની હાજરીમાં ખોલવામાં આવશે.આ પછી ભક્તો ભગવાન વેંકટેશની પૂજા કરી શકશે. મંદિરમાં ગઈકાલે ભગવાન વેંકટેશ્વરની આઠ અને છ ફૂટની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી હતી.

મંદિરનું નિર્માણ 32 કરોડના ખર્ચે કરવામાં આવ્યુ

જમ્મુ શહેરના સિદ્ધદાના માજીન ગામમાં 62 એકર જમીનમાં 32 કરોડના ખર્ચે તિરુપતિ બાલાજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યુ છે જેમાં બુધવારે આંધ્રપ્રદેશના લગભગ 45 વિદ્વાનોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પૂજા અને સ્થાપના કરી હતી.આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.આજે યોજાનારા ધાર્મિક કાર્યક્રમ માટે મંદિરને રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે તેમજ મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન વેંકટેશ્વરની 8 ફૂટ ઊંચી મૂર્તિ વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્થાપિત કરવામાં આવી છે.

મૂર્તિના નિર્માણમાં ગ્રેનાઈટનો ઉપયોગ કરાયો

આ મંદિરમાં મૂર્તિના નિર્માણમાં ગ્રેનાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આંધ્રપ્રદેશના ગુંટુર શહેરમાંથી લાવવામાં આવી છે અને મંદિર તિરુપતિ બાલાજી મંદિરની તર્જ પર બનાવવામાં આવ્યું છે.મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિશેષ પૂજા 6 મેથી શરૂ થઈ ત્યારબાદ ધાર્મિક વિધિઓ ચાલી રહી હતી.જમ્મુ શહેર ધાર્મિક પર્યટનની દૃષ્ટિએ તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય ત્યારે હવે મા વૈષ્ણો દેવીના દર્શન કરનારા ભક્તો હવે જમ્મુમાં તિરુપતિ બાલાજીના દર્શન પણ કરી શકશે.ધાર્મિક પ્રવાસન વધવાથી સ્થાનિક લોકોને રોજગારી પણ મળશે.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાન બોર્ડે બાંધકામ કરાવ્યું

તિરુપતિ બાલાજી મંદિરનું નિર્માણ તિરુમાલા તિરુપતિ દેવસ્થાન બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે.પ્રથમ તબક્કામાં ભગવાન બાલાજીનું મંદિર,પૂજારીઓ અને બોર્ડ સ્ટાફ માટે આવાસ,શૌચાલય અને પાર્કિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું.બીજા તબક્કામાં વેદ પાઠશાળા,આધ્યાત્મિક કેન્દ્ર બનાવવામાં આવશે.આંધ્રપ્રદેશના જ 50 થી વધુ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે.મંદિરનો શિલાન્યાસ જૂન 2021માં કરવામાં આવ્યો હતો.

તિરુપતિ બાલાજી મંદિર દરેક રાજ્યમાં હશે

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ જમ્મુની તેમની મુલાકાત દરમિયાન ચાલી રહેલા બાંધકામનું નિરીક્ષણ કરતી વખતે જાહેરાત કરી હતી કે દરેક રાજ્યમાં ભગવાન વેંકટેશ્વરના મંદિરની સ્થાપના કરવામાં આવશે. આંધ્રપ્રદેશ બાદ મંદિર જમ્મુ-કાશ્મીર,હૈદરાબાદ,દિલ્હી,કન્યાકુમારી,ચિનાની,ભુવનેશ્વરમાં બનશે અને આવા જ મંદિર મુંબઈ,રાયપુર અને અમદાવાદમાં પણ બનાવવામાં આવશે.

ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રી અને તેમના પત્નીનો કોરોના પોઝિટીવ
વૈશ્વિક પર્યટનને ૩૨૦ અબજ ડોલરનું નુકસાન
6 પાનાંની સુસાઇડ નોટમાં છુપાયેલું રહસ્ય દાદરાનગર અને દમણ પ્રસાશનના મોટાં અધિકારીઓને બેનકાબ કરશે ? આવશે મોટો ભૂચાલ ?
માત્ર 9 વર્ષની ઉંમરે અનેક લકઝરી કાર અને પ્રાઇવેટ જેટનો આ માલિક કોણ છે ?
વલસાડ નગરપાલિકામાં ભગવો લહેરાયો, BJPની ચાર બેઠક પર જીત, કોંગ્રેસના સૂપડા સાફ
Share This Article
Facebook Email Print
Previous Article ‘નાથુરામ ગોડસે દેશભક્ત, રાહુલ માત્ર નામના જ ગાંધી’ : ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીનું વિવાદિત નિવેદન
Next Article ભારતમાં આગામી પાંચ વર્ષમાં 200થી વધુ એરપોર્ટ હશે, 1400 એરક્રાફ્ટનો ઓર્ડર : જ્યોતિરાદિત્ય સિંધિયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up