નવી દિલ્હીઃ વિશ્વમાં કોરોના વાયરસને કારણે હાહાકાર મચેલો છે.દરરોજ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ભારતમાં પણ કોરોના વાયરસના દર્દીઓ સતત વધી રહ્યાં છે.આ વચ્ચે ભારતે કોરોના વાયરસની રસીને લઈને એક ડગલું આગળ ભર્યું છે.કોરોના વાયરસને નાબુદ કરવા માટે વિશ્વભરમાં વેક્સીનની શોધ થઈ રહી છે.ઇટાલી ઇને ઇઝરાયલ જેવા દેશ કોવિડ-19ની વેક્સીન બનાવવાનો દાવો કરી ચુક્યા છે.તો હવે ભારત પણ કોરોના વાયરસની વેક્સીન બનાવવાની દિશામાં આગળ વધ્યું છે.ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ ભારત બાયોટેક ઇન્ટરનેશનલ લિમિટેડની સાથે મળીને દેશમાં કોવિડ-19 માટે વેક્સીન તૈયાર કરવાની દિશામાં કામ શરૂ કરી દીધું છે.બંન્નેનો પ્રયાસ છે કે કોરોનાની સારવાર માટે દેશમાં વેક્સીન તૈયાર કરવામાં આવે.
સંક્રમણને ઘટાડવામાં યોગ્ય: સ્ટડી
કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરવા માટે પુણેની લેબથી વાયરસ સ્ટ્રેનને ભારત બાયોટેકમાં મોકલી દેવામાં આવ્યો છે.જાણકારી પ્રમાણે જો વેક્સીન તૈયાર થાય છે તે સૌથી પહેલા જાનવરો પર તેની ટ્રાયલ કરવામાં આવશે.જાનવરો પર ટ્રાયલ સફળ થયા બાદ મનુષ્યો પર તેની ટ્રાયલ કરવામાં આવશે.